સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કરી ઉત્તરાયણની ભવ્ય ઉજવણી,ડ્રગ્સ માફિયોઓને આપ્યો કડક સંદેશ!
સુરતમાં મકરસંક્રાંતિની ઉજવણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ પતંગબાજીની મજા માણતા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ હુંકાર કર્યો હતો. રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પરથી પતંગ ચગાવતા તેમણે જણાવ્યું કે, જે રીતે આજે આકાશમાં પતંગો કપાઈ રહ્યા છે, તેમ ડ્રગ્સના દૂષણને પણ જડમૂળથી કાપી નાખવામાં આવશે. દેશભરમાં ચાલતી ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરી તેમણે નાગરિકોને ચાઈનીઝ દોરીનો ત્યાગ કરી પક્ષીઓને બચાવવા અને સુરક્ષિત રીતે પર્વ ઉજવવા અપીલ કરી હતી.
Advertisement
- સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી એ કરી ઉત્તરાયણની ઉજવણી
- રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર હર્ષભાઈએ પતંગ ચગાવી કરી ઉજવણી
- પરિવાર અને મિત્રો સાથે હર્ષભાઈએ પતંગ ચગાવવાની મજા માણી
- ધાબા પર ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાની માણી મજા
ગુજરાતમાં (Gujarat) આજે મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્તરાયણના પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ(Deputy Chief Minister Harsh Sanghavi) પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હર્ષભાઇ સંઘવીએ પોતાના હોમટાઉન સુરતના (Surat) વીઆઈપી રોડ પર આવેલી રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો મનભરીને આનંદ માણ્યો હતો. ડીજેના તાલે અને 'કાઈપો છે' ના ગુંજતા નારાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ પતંગ ચગાવીને આકાશમાં પેચ લડાવ્યા હતા. આ દરમિયાન ધાબા પર હાજર સૌ કોઈનો ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો. એક સામાન્ય નાગરિકની જેમ જનતા વચ્ચે રહીને પર્વની ઉજવણી કરતા હર્ષ સંઘવીએ આ તકે તમામ સુરતીલાલાઓને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

