Surendranagar: DyCM ના આકરા તેવર, "હારના ડરે વિપક્ષના ઉમેદવારો મેદાન છોડી ભાગ્યા"
- Surendranagar ના ચોટીલામાં હર્ષભાઇ સંઘવીની ગર્જના
- ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે પ્રચારના શ્રીગણેશ
- વિપક્ષના હોશિયાર ઉમેદવારો હારના ડરે મેદાન છોડી ગયા: હર્ષભાઇ
- અનેક બેઠકો પર અત્યારથી જ ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે
- કોંગ્રેસના શાસનની બદતર સ્થિતિને લોકો હજુ પણ જાણે છે: મંત્રી
- ચોટીલામાં વિકાસ સંકલ્પ સભામાં ઉમટેલી મેદનીએ જીતનો વિશ્વાસ અપાવ્યો
સુરેન્દ્રનગર (Surendranagar): ગુજરાતના DyCM હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) હાલ રાજ્યમાં ચૂંટણી પ્રચારના (Election Campaign) મોરચે અગ્રેસર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા (Chotila) ખાતે તેમણે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું (Central Office) ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં (Vikas Sankalp Sabha) મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જ્યાં તેમને વિપક્ષ પર આકરા પ્રહાર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો હતો.
Surendranagar : વિપક્ષી ઉમેદવારો પર કટાક્ષ
સભાને સંબોધતા DyCM હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, "અનેક બેઠકો પર તો ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે." વિપક્ષની નબળી સ્થિતિ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, વિપક્ષમાં જે થોડા-ઘણા હોશિયાર ઉમેદવારો (Candidates) હતા, તેઓ પણ આ વખતે મેદાન છોડીને જતા રહ્યા છે. તેમને અગાઉથી જ ખબર પડી ગઈ હતી કે આ વખતે તેમનો વારો આવવાનો નથી અને જનતા ભાજપના વિકાસના કામોને જ મત આપશે.
કોંગ્રેસના શાસનની યાદ અપાવી
કોંગ્રેસ પર પ્રહાર કરતા DyCM હર્ષભાઈ સંઘવીએ ભૂતકાળની યાદ અપાવતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતની કેવી સ્થિતિ હતી તે રાજ્યના લોકો ભૂલ્યા નથી. તે સમયે અરાજકતા અને વિકાસના નામે શૂન્યતા હતી, જ્યારે આજે ભાજપના શાસનમાં ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. તેમણે કાર્યકરોને આહવાન કર્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડવી અને ચોટીલા બેઠક પર ભાજપના વિજયને ભવ્ય બનાવવો. DyCM ની આ મુલાકાતે સુરેન્દ્રનગરના રાજકારણમાં નવો જોમ પૂરી દીધો છે.
આ પણ વાંચો: Gandhinagar માં બની હૃદયદ્રાવક ઘટના, જર્જરિત શાળાની દીવાલ ધરાશાયી માસૂમનું મોત


