કરોડોના Cyber Fraud મામલામાં પકડાયેલી ટોળકીનો હવાલા ઑપરેટર પકડાયો, Crypto Wallet ની માહિતી મળતા પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું
સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સની ટીમે તાજેતરમાં એક ટોળકીને પકડ્યા બાદ હવાલા ઑપરેટરને દબોચ્યો તો Crypto Wallet ની માહિતીએ પોલીસને ચોંકાવી દીધી. ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની (Gujarat Cyber Center of Excellence) આ મોટી સફળતા મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) ટ્વીટ કરી માહિતી આપી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધી રહેલાં સાયબર ફ્રોડના કરોડો રૂપિયા દેશ બહાર મોકલવાના અનેક કિસ્સાઓ દેશભરમાં સામે આવ્યાં છે. ગુજરાત સ્ટેટ સાયબર સેલ એટલે કે, Cyber Center of Excellence એ રાજ્યમાં ફેલાયેલા હવાલા નેટવર્કને નેસ્તનાબૂદ કરવાની મુહીમ ઉપાડી છે. એપીએમસી લખતર (APMC Lakhatar) ખાતે બોગસ પેઢી ખોલાવીને Cyber Fraud ના કરોડો રૂપિયા દેશ બહાર મોકલાનારી ટોળકીના 6 સભ્યોને પકડ્યા બાદ એક મોટા માથાને પકડી પાડ્યો છે. ધોરણ 10 પાસ આ આરોપીના મોબાઈલ ફોનમાંથી મળેલી Crypto Wallet ની માહિતીએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. સાયબર ગઠીયાઓનું પાકિસ્તાન કનેક્શન કેવી રીતે સામે આવ્યું ? વાંચો આ અહેવાલ...
સૌરાષ્ટ્રની ટોળકી બાદ Crypto Wallet ની માહિતી મળી
સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સની જુદીજુદી ટીમો છેલ્લાં કેટલાંક સપ્તાહથી એક માહિતી પર કામ કરી રહી હતી. જેમાં એપીએમસી લખતર (APMC Lakhatar) ખાતે ખોલવામાં આવેલી બોગસ પેઢી અને તેના નામે થયેલાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારની માહિતી હાથ લાગી. પોલીસ ટીમ તપાસમાં આગળ વધતા પંકજ બાબુભાઈ કથીરીયા (રહે. સુરત મૂળ રહે. સાવરકુંડલા, અમરેલી), મહેન્દ્ર શામજીભાઈ સોલંકી (રહે. ઈન્દીરાનગર, માળીયા ફાટક પાસે, મોરબી), રૂપેન પ્રાણજીવન ભાટીયા (રહે. જીકીયારી, તા.જિ. મોરબી), રાકેશ કાંતીલાલ લાણીયા (રહે. ભડવાણા, તા. લખતર, જિ.સુરેન્દ્રનગર), રાકેશકુમાર ચમનભાઈ દેકાવાડીયા (રહે. ભાડવણ, તા. લખતર) અને વિજય નાથાભાઈ ખાંબલ્યા (રહે. સુરત શહેર) હાથ લાગ્યા. પકડાયેલી ટોળકીની પૂછપરછમાં સુરતના ચેતન ગાંગાણીનું નામ સામે આવ્યું. CCOE Team એ ચેતનને પકડ્યો ત્યારે તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં એક ક્રિપ્ટો વોલેટ (Crypto Wallet) ની માહિતી મળી.
Gujarat Cyber Center of Excellence Cracks Down on Major Cross-Border Cybercrime Network
In a major breakthrough, the Gujarat Cyber Crime Center of Excellence has dismantled a large-scale “Mule Account” network operating across multiple districts Morbi, Surendranagar, Surat, and…
— Harsh Sanghavi (@sanghaviharsh) November 8, 2025
Crypto Wallet ની માહિતી પર એક્સપર્ટ ટીમે કામ શરૂ કર્યું અને...
સુરતના કામરેજ તાલુકાના લસકાણા ગામના ચેતન ગોરધનભાઈ ગાંગાણી (ઉ.32)ના મોબાઈલ ફોનમાંથી મળેલી માહિતી અધૂરી હતી. ફોનમાં થયેલા ક્રિપ્ટોના વ્યવહાર ચેતને કોની સાથે કર્યા છે અને ક્યાં કર્યા છે તે જાણવા પોલીસ માટે જરૂરી હતા. આથી CCOE ના ટેકનિકલ એક્સપર્ટ યશ, પૂજા સીતાપરા અને મોનિકા તડવીએ મોબાઈલ ફોનનું ડીપ ફૉરેન્સિક કરી ક્રિપ્ટો એક્સચેન્જ (Crypto Exchange) પાસેથી માહિતી મંગાવતા પાકિસ્તાનના વોલેટની જાણકારી મળી. પાકિસ્તાનના ક્રિપ્ટો વોલેટ (Crypto wallet Pakistan) માં 29 કરોડની રકમ પૈકી 10 કરોડ એટલે કે, 33 ટકા રકમ ચેતન ગાંગાણીએ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે.
પાકિસ્તાનના Crypto Wallet માં ગુજરાતમાંથી જતી ઠગાઈની રકમ ?
અગાઉ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના હાથ લાગેલો પંકજ બાબુભાઈ કથીરીયા ભાડાના બેંક એકાઉન્ટ તેમજ બોગસ પેઢીમાં થતાં નાણાકીય વ્યવહારો બાદ તેને રોકડમાં રૂપાંતરિત કરતો હતો. સમગ્ર કૌભાંડના સૂત્રધારને મળવા ત્રણેક વખત દુબઈ જઈ આવેલો પંકજ રોકડ રકમ ચેતન ગાંગાણી (Chetan Gangani) ને પહોંચાડતો હતો. આ રોકડ રકમમાંથી ચેતન ગાંગાણી BitGet Crypto Wallet થી અન્ય વોલેટ એડ્રેસમાં ટ્રાન્સફર કરતો હતો. જે વોલેટમાં USDT ટ્રાન્સફર થતાં હતાં તે પાકિસ્તાનનું હતું. છેલ્લાં કેટલાંક સમયમાં ચેતન ગાંગાણીએ 10 કરોડ રૂપિયા ક્રિપ્ટોમાં ફેરવીને પાકિસ્તાન મોકલી આપ્યાં છે.
આ પણ વાંચો - SMC અને ખેડા એલસીબીએ ચાર દિવસમાં 4 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડ્યો, પંજાબના Liquor Mafia સુધી ગુજરાત પોલીસ પહોંચશે ?


