ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં હજીરા Murder case ઉકેલાયો : આરોપીની 2 હજાર કિલોમીટર દૂરથી ધરપકડ, 100 રૂપિયા માટે થઈ હત્યા

Surat Murder Case : હજીરા પોલીસની મહેનતથી આરોપી 2000 કિમી દૂરથી પકડાયો
04:57 PM Sep 30, 2025 IST | Mujahid Tunvar
Surat Murder Case : હજીરા પોલીસની મહેનતથી આરોપી 2000 કિમી દૂરથી પકડાયો
Surat Hajira Murder Case

Surat Murder Case : સુરતના હજીરા વિસ્તારમાં 14 સપ્ટેમ્બરે અવાવરું જગ્યાએ મળી આવેલી રણજીત પાસવાનની લાશના 16 દિવસ પછી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હજીરા પોલીસે સતત 15 દિવસના વર્કઆઉટ પછી આરોપી રોહિત કેવટને તેના વતન બિહારથી ધરપકડ કરી છે. આ બ્લાઈન્ડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં 2 હજાર કિલોમીટરથી વધુના અંતરને પાર કરીને આરોપીને પકડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, માત્ર મોબાઈલના રૂ. 100ની માંગથી ગુસ્સે થઈને આરોપીએ મૃતકની હત્યા કરી હતી.

Surat Hajira Murder Case 100 રૂપિયા માટે થઈ હત્યા

હજીરા પોલીસને 14 સપ્ટેમ્બરે હજીરા વિસ્તારની અવાવરું જગ્યાએથી રણજીત પાસવાન (ઉં. 28)ની લાશ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, તેમને બોથર્ડ પદાર્થ વડે ઘા કરીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને બ્લાઈન્ડ કેસ હોવા છતાં સતત 15 દિવસ સુધી વર્કઆઉટ કર્યું. આ દરમિયાન શહેર પોલીસ અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાડેલા ૫૫ સીસીટીવી કેમેરાની ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે કુલ પાંચ જેટલી ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરી, જેમાં તેના મોબાઈલના કોલ રેકોર્ડ અને માતા સાથેના વાતચીતની તપાસ કરવામાં આવી હતી.

સીસીટીવીમાં હત્યા પહેલા મૃતક સાથે હત્યારો જોવા મળ્યો

 

આ પણ વાંચો- સુરતમાં ફરી Ambergris ની તસ્કરી : 9 આરોપીઓની ધરપકડ, ₹8 કરોડનો મુદ્દામાલ જપ્ત

મૃતકે પૈસા ન આપતા કરાઇ હત્યા

તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી રોહિત કેવટ અને મૃતક રણજીત વચ્ચે ઘણી વાર વાદ-વિવાદ થતા હતા. હત્યાના દિવસે રોહિતનો મોબાઈલ તૂટી ગયો હતો, જેના રૂ. 100 મૃતક પાસેથી માંગ્યા હતા. મૃતકે રૂપિયા આપવાની ના પાડતાં રોહિત ગુસ્સે થઈ ગયો અને બોથર્ડ વડે તેને ઘા કરીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી રેલવે સ્ટેશનથી પોતાના વતન બિહાર ભાગી ગયો હતો. ત્યાં પહોંચ્યા પછી તે સતત તેની માતા સાથે સંપર્કમાં રહ્યો અને તેમની પાસેથી પૈસા માંગતો રહ્યો. આ કોલ રેકોર્ડ્સથી પોલીસને મદદ મળી અને અંતે 2 હજાર કિલોમીટર દૂર બિહારમાંથી તેને ધરપકડ કરવામાં આવી છે.

 

હજીરા પોલીસે બ્લાઈન્ડ કેસ ગણતરી દિવસોમાં ઉકેલ્યો

હજીરા પોલીસના પીઆઈ જે.એસ. પટેલે જણાવ્યું કે, "આ બ્લાઈન્ડ કેસ હતો, પરંતુ ટીમના સતત પ્રયાસોથી આરોપીને પકડવામાં આવ્યો હતો. સીસીટીવી અને ટેકનોલોજીની મદદથી આ સફળતા મળી છે. વધુ તપાસ ચાલુ છે." આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલુ છે. આ કેસથી સુરત પોલીસની કાર્યક્ષમતા અને તપાસની ગુણવત્તા સામે આવી છે.

આ પણ વાંચો- મેરિટાઈમ બૉર્ડના સંવેદનશીલ દસ્તાવેજો પત્રકાર Mahesh Langa ને આપનારા આરોપીનું બીમારીનાં કારણે મોત

Tags :
#BiharAccused#BlindCaseSolved#HajiraPolice#RanjiTapaSanMurder#RohitKewatDharArrested#SuratHajiraMurderSurat murder case
Next Article