Kutch: આરોગ્ય વિભાગ સતર્ક, સરકારી હોસ્પિટલમાં તૈયાર કરાયા સ્પેશ્યલ વોર્ડ
- કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ જવા પામી છે
- તાલુકા અને જીલ્લા મથકે હેલ્થ સેન્ટરો સતર્ક
- આરોગ્ય કેન્દ્રોમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા
કચ્છ જિલ્લામાં ઉનાળાને લઈ સ્થાનિક તંત્ર પૂરેપૂરી સતર્કતા સાથે કામગીરીમાં લાગ્યું છે. તેમજ આરોગ્ય કેન્દ્રોમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે.કચ્છ જિલ્લામાં ઉનાળાની ઋતુએ પોતાનો ચરમસીમા તરફ દોર લીધો છે. તાપમાન સતત 42 થી 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેને લઈને જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક તંત્ર પૂરેપૂરી સતર્કતા સાથે કામગીરીમાં લાગી ગયું છે.
ગરમીના કારણે લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે
હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી કેટલાક દિવસોમાં પણ તાપમાનમાં ખાસ ઘટાડો થવાની શક્યતા ઓછી છે. તેથી લોકોમાં ગરમીના કારણે લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને રોગપ્રતિરોધક શક્તિ ઓછા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે.
આ પણ વાંચોઃ Banaskantha: ભાભરમાં અસામાજિક તત્વોનો આતંક, અસામાજીક તત્વોના આતંકથી સ્થાનિકોમાં રોષ
તાલુકા અને જીલ્લા મથકે હેલ્થ સેન્ટરોને સતર્ક
જિલ્લા આરોગ્ય અધિકારી નિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી તાલુકા અને જીલ્લા મથકે હેલ્થ સેન્ટરોને સતર્ક રાખ્યા છે. આ સાથે સિવિલ અને આરોગ્ય કેન્દ્રોમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે, જ્યાં લૂની અસરથી પીડાતા દર્દીઓનું તત્કાલ સારવાર માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે.જાહેર જનતાને તંત્ર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સુચનાઓ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Panchmahal: ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દૂધ ઉત્પાદકોને મોટી ભેટ