ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાં ધોધમાર વરસાદ, વીજ કરંટથી બાળકનું મોત 

અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ  હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ (Gondal )શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે 5 વાગ્યા થી ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Heavy rain) શરૂ થયો હતો. ગોંડલ શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અસહ્ય ગરમી અને...
01:27 PM Jul 06, 2023 IST | Vipul Pandya
અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ  હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ (Gondal )શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે 5 વાગ્યા થી ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Heavy rain) શરૂ થયો હતો. ગોંડલ શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અસહ્ય ગરમી અને...
અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ (Gondal )શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે 5 વાગ્યા થી ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Heavy rain) શરૂ થયો હતો. ગોંડલ શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થવા પામ્યા છે. ભુણાવા ગામની સીમમાં વીજ કરંટ લાગતાં એક બાળકનું મોત થયું હતું.
શહેરના ઉમવાડા અંડરબ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા
ગોંડલ શહેરમાં વહેલી સવાર થી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ અંડરબ્રિજ માં વરસાદી પાણી ફરી વળ્યાં હતા ત્યારે નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ઉમવાડા અંડરબ્રિજ નીચે ગોઠણસમા વરસાદી પાણી ભરાતા બ્રિજ નીચેથી પસાર થતી બસ પણ અટવાઈ હતી.
વીજ કરંટથી બાળકનું મોત 
બીજી તરફ ગોંડલ તાલુકાના ભુણાવા ગામની સીમ વિસ્તારમાં આવેલી જેન્તીભાઈ જેરામભાઈ વોરાની વાડીએ રહેતા પરપ્રાંતિય બે બાળકો રમતા રમતા તૂટેલા વીજ વાયર ને અડી જતા બંને  સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો હતો જેમાં એક બાળકનું મોત થયું હતું. એક બાળકને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. રૂપેશ સુરેશભાઈ બામણીયા નામના 4 વર્ષના મુળ મધ્યપ્રદેશ નામના બાળકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું અને  અનિલ સુરેશભાઈ બામણીયા ઉ.વ.7 ને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો--SURAT : મુંબઇની 190 હીરાની કંપનીઓ સુરત ડાયમંડ બુર્સ ખાતે ઓફીસ શરૂ કરશે
Tags :
Gondalheavy rainMonsoonMonsoon 2023
Next Article