Bharuch: ભારે વરસાદને પગલે ખેતરો સરોવરમાં ફેરવાયા, લાખોના નુકસાનની આશંકા
- ભૂખી ખાડી અને ઢાઢર નદીના પાણીએ ખેતરોને તળાવો અને નદીમાં ફેરવ્યાં
- રોડ સાઈડના ખેતરો સરોવરમાં ફેરવાતા ખેતીને મોટું નુકસાન
- ભરૂચના પશ્ચિમ વિસ્તારથી આમોદ સુધીના માર્ગો ઉપર જોવા મળ્યા પાણી
Bharuch: ભરૂચ જિલ્લામાં વરસાદ તો વસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઢાઢર નદીના પાણી પણ ઘણા ખેડૂતોના ખેતરોમાં ફરી વળતાં ભરૂચ (Bharuch) જિલ્લાના સંખ્યાબંધ ખેડૂતોના ખેતરો તળાવો અને સરોવરમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. ફરી એકવાર ખેડૂતોએ પાયમાલ થવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પાણી ક્યારે નીકળશે અને નવી ખેતી ક્યારે કરાશે તેવી ચિંતા પણ ખેડુતોને સતાવી રહી છે.
- ભરૂચના પશ્ચિમ વિસ્તારથી આમોદ સુધીના માર્ગો ઉપર જોવા મળ્યા પાણી
- ભારે વરસાદના પગલે નદીના પાણીએ ખેતરોને તળાવો અને સરોવરમાં ફેરવ્યાં
- રોડ સાઈડના ખેતરો સરોવરમાં ફેરવાતા ખેતીને મોટું નુકસાન થવાની આશંકા#bharuch #HeavyRainAlert #HeavyRainfall #Gujarat #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 29, 2024
આ પણ વાંચો: Gujarat: પોરબંદર અને જામનગરમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ આ Video
ખેડૂતોના ખેતરો સરોવરમાં ફેરવાયા ખેતીને મોટું નુકસાન
ભરૂચ (Bharuch) જિલ્લામાં વરસાદ સાથે ઘણા નદીનાળાઓ ઉભરાઈ રહ્યા છે અને વડોદરાના પાણીનો પ્રવાહ પણ ભરૂચ તરફ વળી રહ્યો છે. જેના કારણે ભૂખી કાઢી અને ઢાઢણ નદીના પાણી સાથે ઘણા નદીનાળાઓના પાણી ખેડૂતોના ખેતરોમાં પણ પહોંચી ગયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર એટલે કે બાયપાસ ચોકડીથી આમોદ તરફ જવાના સમગ્ર માર્ગોના આજુબાજુમાં ખેડૂતોના ખેતરો આવેલા છે. જેમાં મગ ચણા મઠ સહિત કઠોળ તેમજ અન્ય ખેતીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Jetpur: ભાદર 1 ડેમ સતત ઓવરફ્લો, નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ
અનેક ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ
હાલમાં વરસી રહેલા વરસાદ અને નદીનાળાઓના પાણી ખેડૂતોના ખેતરમાં પડી રહ્યા છે, સાથે સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક્સપ્રેસ-વે તથા કોરીડોર સહિત વિવિધ યોજનાઓના કારણે પણ ઘણા ખેડૂતોના ખેતરોમાંથી પાણી નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે આશરે 500 થી વધુ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: VADODARA : સમા વિસ્તારમાંથી સાડા દસ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ
ખેડૂતોની એક જ ચિંતા, પાણીનો નિકાલ ક્યારે થશે?
ભરૂચ (Bharuch) આમોદ વચ્ચે જ ખેડૂતોના ખેતરો નદી તળાવ અને સરોવર બેટમાં ફેરવાઈ ગયા છે. પાણીનો નિકાલ ક્યારે થશે? તેની પણ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે પરંતુ ખેડૂતોના ખેતરોમાં સતત પાણીનો ભાવ થઈ ગયો છે. પાણીના નિકાલની પણ કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે પણ ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. ભરૂચ જિલ્લાના સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં કમળ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે આખરે ખેડૂતો પણ હવે ફરી ઉભા કેવી રીતે થઈ શકે આત્મનિર્ભર કેવી રીતે બની શકે? તેવી ચિંતામાં મુકાઈ ગયા છે.