Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : આ જિલ્લાઓમાં સતત બીજા દિવસે માવઠું, ચિંતામાં મૂકાયો 'જગતનો તાત'

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે.
rain in gujarat   આ જિલ્લાઓમાં સતત બીજા દિવસે માવઠું  ચિંતામાં મૂકાયો  જગતનો તાત
Advertisement
  1. રાજ્યમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો (Rain in Gujarat)
  2. અમદાવાદ, જામનગર, બનાસકાંઠા, અમરેલી, દમણ સહિતનાં વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું
  3. અમરેલી, ડીસામાં કમોસમી વરસાદ, ઉનાળું પાકને નુકસાનની ભીતિ
  4. દમણમાં તોફાની મોહાલ, જામનગરમાં મગ, અળદ, બાજરી પાકને નુકસાન!

Rain in Gujarat : રાજ્યમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. અમદાવાદ (Ahmedabad), જામનગર (Jamnagar), બનાસકાંઠા, અમરેલી (Amreli), દમણ સહિતનાં વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું પડ્યું છે. ભરઉનાળે કમોસમી વરસાદ થતાં ઉનાળું પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે.

અમદાવાદમાં સતત બીજા દિવસે માવઠું પડ્યું

અમદાવાદમાં (Ahmedabad) આજે સતત બીજા દિવસે માવઠું પડ્યું છે. રાણીપ (Ranip), વાડજ (Vadaj), ચાંદલોડિયા, એસજી હાઈવે, વેજલપુર, કોટ વિસ્તાર જેમ કે લાલ દરવાજા, રાયખડ, જમાલપુર સહિતનાં વિસ્તારોમાં ઠંડા પવનો સાથે વરસાદ ખાબક્યો છે. સતત બીજા દિવસે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાનમાં (Rajsthan) વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં તેની અસર પાડોશી રાજ્ય ગુજરાત પર પણ જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : શહેર-જિલ્લામાં સવારથી જ માવઠું, 10 મે સુધી ભારે વરસાદની આગાહી

Advertisement

અમરેલી, ડીસામાં કમોસમી વરસાદ, ઉનાળું પાકને નુકસાનની ભીતિ

અમેરલી જિલ્લાની (Amreli) વાત કરીએ તો રાજુલા, જાફરાબાદમાં મિની વાવાઝોડું આવ્યું છે. વિવિધ વિસ્તારમાં નાના-મોટા હોર્ડિંગ હવામાં ફંગોળાયા છે. જ્યારે, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં રોડ-રસ્તા, સોસાયટી અને મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાય છે. કડીયાળી, નાગેશ્રી, ટીંબી સહિતનાં વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે, બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) થરાદ, ધાનેરા, ડીસા સહિતનાં વિસ્તારોમાં પણ વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. માહિતી અનુસાર, વરસાદથી ખેડૂતોનાં ખેતરમાં વાવેલી બાજરી, જવાર સહિતનાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

આ પણ વાંચો - Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

દમણમાં તોફાની મોહાલ, જામનગરમાં મગ, અળદ, બાજરી પાકને નુકસાન!

ઉપરાંત, સંઘપ્રદેશ દમણમાં (Daman) તોફાની માહોલ જોવા મળ્યો છે. દરિયાઈ વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ (Rain in Gujarat) જોવા મળ્યો હતો. બીજી તરફ જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. માહિતી અનુસાર, કાલાવડ, નવાગામ, મોટી વાવડી સહિતનાં ગામોમાં માવઠું પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. મગ, અળદ, બાજરી અને તલનાં પાકમાં નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે જ ડુંગળી, લસણનાં ડાબા ખેતરોમાં હોવાથી બગડવાની શક્યતા પ્રબળ બની છે.

આ પણ વાંચો - Surat: વરસાદથી કેરીના પાકને નુકશાનીની પણ ભીતિ, 70 થી 80 ટકા કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો

Tags :
Advertisement

.

×