ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

HIMATNAGAR : નકલ કરી ગુટખા મસાલાનું વેચાણ કરતા બે વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ

HIMATNAGAR ના ન્યાય મંદિર વિસ્તારમાં રહેતા બે જણાએ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના ગુટખા મસાલાના ઉત્પાદકની કોપી કરીને નામ બદલી મસાલાનું વેચાણ કરાતુ હોવાનું બહાર આવ્યા બાદ અમદાવાદના ઉત્પાદકના એક કર્મચારીએ હિંમતનગરના બે જણા વિરૂધ્ધ બે દિવસ અગાઉ કોપી રાઈટ હક્કોના...
07:50 PM Apr 01, 2024 IST | Harsh Bhatt
HIMATNAGAR ના ન્યાય મંદિર વિસ્તારમાં રહેતા બે જણાએ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના ગુટખા મસાલાના ઉત્પાદકની કોપી કરીને નામ બદલી મસાલાનું વેચાણ કરાતુ હોવાનું બહાર આવ્યા બાદ અમદાવાદના ઉત્પાદકના એક કર્મચારીએ હિંમતનગરના બે જણા વિરૂધ્ધ બે દિવસ અગાઉ કોપી રાઈટ હક્કોના...

HIMATNAGAR ના ન્યાય મંદિર વિસ્તારમાં રહેતા બે જણાએ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના ગુટખા મસાલાના ઉત્પાદકની કોપી કરીને નામ બદલી મસાલાનું વેચાણ કરાતુ હોવાનું બહાર આવ્યા બાદ અમદાવાદના ઉત્પાદકના એક કર્મચારીએ હિંમતનગરના બે જણા વિરૂધ્ધ બે દિવસ અગાઉ કોપી રાઈટ હક્કોના ભંગ બદલ HIMATNAGAR બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ જુના રેલ્વે ક્રોસીંગ પાસે મુંબઈ મસાલાના નામે ગૃહ ઉદ્યોગનું માર્કેટીંગ કરવા માટે ગોપાલ રાજેન્દ્રસિંહ પરમારની પેઢી દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ત્યારબાદ તેમના ગુટખા મસાલા HIMATNAGAR સહિત રાજયના અન્ય સ્થળે વેચાતા હતા દરમ્યાન ગત તા.ર૧-૪-ર૦ર૩થી અત્યાર સુધીમાં બોમ્બે મસાલા લોકો ખરીદતા હતા.

તો બીજી તરફ HIMATNAGAR ન્યાય મંદિર વિસ્તારમાં મરકજ મસ્જીદની પાસે રહેતા યાસમીનબાનુ મોહંમદજમાલ મેમણ તથા મોહંમદજમાલ અબ્દુલલતીફ મેમણે કોપી રાઈટનો ભંગ કરીને ન્યુ બોમ્બે તથા એચએમટી બોમ્બેનો ગેરકાયદે રીતે નામ છાપેલા કલાકૃતિવાળા પ્લાસ્ટીકના પેકીંગમાં ન્યુ બોમ્બે તથા એચએમટી બોમ્બે નામ વાળા રેપરમાં પેકીંગ કરવામાં આવતી સોપારીનું બીન અધિકૃત વેચાણ કરી બોમ્બે મસાલા ગૃહ ઉદ્યોગ માર્કેટીંગના કોપી રાઈટના હક્કોનો ભંગ કર્યાનું માલુમ પડયુ હતુ.

જેથી વિશાલસિંહ હિરાસિંહ જાડેજાએ HIMATNAGAR ના આ બંને જણા વિરૂધ્ધ તાજેતરમાં હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોપી રાઈટ એકટના ભંગ બદલ ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે બજારમાં આજે પણ પાન, મસાલા અને ગુટખાના નામે પેકીંગમાં વેચાતી ચીજવસ્તુઓની પુરતી જાણકારી ન હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરે છે અને વિક્રેતાઓ પણ વધુ નફાની લાલચે આવા બનાવટી ઉત્પાદનો વેચી રહયા છે ત્યારે સંલગ્ન વિભાગ દ્વારા ગુપ્તરાહે તપાસ થાય તેમ પ્રજા ઈચ્છી રહી છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : GODHRA : પીપળીયા ગામે યુવક ઉપર દીપડાએ ધોળા દિવસે હુમલો કરતા ફફડાટ

Tags :
COPYRIGHTSDuplicateGujaratGujarat FirstGutkhaHimatnagarHIMATNAGAR POLICEHIMATNAGAR POLICE STATIONPolice complaint
Next Article