ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Himatnagar: પોલીસે જુગાર રમતા 8 શખ્સોને 93 હજાર મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Himatnagar: પોલીસને બાતમી મળતા પોલીસે કાનડા ગામે જુગાર રમતા આઠ શખ્સોને 93 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
10:59 PM Aug 04, 2025 IST | Mustak Malek
Himatnagar: પોલીસને બાતમી મળતા પોલીસે કાનડા ગામે જુગાર રમતા આઠ શખ્સોને 93 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
himatnagar

સાબરકાંઠા જિલ્લાના હિમતનગર તાલુકાના કાનડા ગામે જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. હિંમતનગર પોલીસને બાતમી મળતા પોલીસે કાનડા ગામે જુગાર રમતા આઠ શખ્સોને 93 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા આઠ લોકો ઝડપાયા

પોલીસના જણાવ્યા અનુસાર કાનડા ગામે ભારતસિંહ પૃથ્વીસિંહ ઝાલાના ઘરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતા. જે બાતમીના આધારે રવિવારે પોલીસે દરોડો પાડયો હતો. અને ઘરની ચોપાડમાં જુગાર રમતા મહેન્દ્રસિંહ મગનસિંહ ઝાલા, સજ્જનસિંહ રંગુસિંહ ઝાલા, ભરતસિંહ રૂપસિંહ ઝાલા, જયવિરસિંહ વિજયસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ચેહરસિંહ ઝાલા, પંકજસિંહ પૃથ્વીસિંહ ઝાલા, ભારતસિંહ પૃથ્વીસિંહ ઝાલા અને દિગ્વિજયસિંહ સુરસિંહ ઝાલાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. અને પોલીસે જુગારીયાઓ પાસેથી રૂ.૧૩,૨૧૦ અને અલગ-અલગ મોટરસાયકલ મળીને રૂ.૯૩,૨૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન પકડાયેલા આઠ પૈકી સાત જુગારીઓ કાનડા ગામના અને દિગ્વિજયસિંહ ઝાલા ઈલોલ ગામનો રહેવાસી છે. પોલીસે જુગારધારા હેઠળ તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય,સાબરકાંઠા  
આ પણ વાંચો:   Amreli : બાળસિંહોનાં મોત વચ્ચે વધુ એક સિંહણનું મોત, વનતંત્ર દોડતું થયું!
Tags :
Gujarat FirstGujarat PoliceHimatnagarHIMATNAGAR POLICE
Next Article