Himmatnagar : પિતા 'કન્યાદાન' કરે તે પહેલાં દીકરીએ પિતાને કર્યું 'અંગદાન', પછી દુનિયાને કહ્યું 'અલવિદા'!
- બેરણાની ભૂમિ પટેલે પિતાને લીવરનો ટુકડો આપી નવું જીવન આપ્યું (Himmatnagar)
- લીવરનું દાન આપ્યા બાદ ભૂમિને કમળામાંથી કમળી થઈ જે જીવલેણ સાબિત થઈ
- હોસ્પિટલમાં વ્હાલી અને આશાસ્પદ દીકરીએ અંતિમ શ્વાસ લેતા પરિવાર પર આભ ફાટ્યું!
- પાટીદાર સમાજ અને સમગ્ર બેરણા ગામે ભારે હૈયે અને ભીની આંખે અંતિમ વિદાય આપી
માતા-પિતાની નિસ્વાર્થ સેવાની વાત આવે ત્યારે મોટા ભાગે લોકો શ્રવણ કુમારનું ઉદાહરણ આપે છે. પરંતુ, આજે અમે તમને એક એવી દીકરીની વાત કરીશું જેણે પોતાનાં શરીરનો અંગ આપી પિતાને નવું જીવન તો આપ્યું પરંતુ પોતાનાં જીવને બચાવી ન શકી. હૃદયને કંપાવી દે એવી આ ઘટના છે હિંમતનગર (Himmatnagar) તાલુકાનાં બેરણા ગામની. જ્યાં પટેલ પરિવારની દીકરીએ પોતાનાં લીવરનું દાન કરીને પિતાને નવું જીવન આપ્યું પરંતુ, ત્યાર બાદ પોતાનાં શરીરમાં થયેલી અસાધ્ય તકલીફનાં કારણે મહિલા દિવસે જ દુનિયાને અલવિદા કહ્યું. દીકરીનાં મોત બાદ માત્ર પરિવાર જ નહીં પરંતુ પાટીદાર સમાજ (Patidar Samaj) અને સમગ્ર બેરણા ગામ હિબકે ચડ્યું અને ભારે હૈયે અને ભીની આંખે અંતિમ વિદાય આપી.
ભૂમિ પટેલે BSc એગ્રી ત્યાર બાદ MSc એગ્રીની ડિગ્રી મેળવી હતી
દીકરીનાં લગ્ન થાય ત્યારે પિતા 'કન્યાદાન' કરીને પોતાની જવાબદારી નીભાવે છે. જ્યારે, હિંમતનગર તાલુકાનાં (Himmatnagar) બેરણા ગામમાં રહેતા પટેલ પરિવારની દીકરીએ પિતાને 'અંગદાન' કરીને પોતાની ફરજ નીભાવી. જો કે, ત્યાર બાદ શરીરમાં અસાધ્ય તકલીફનાં કારણે દીકરીએ વિશ્વ મહિલા દિવસે જ અંતિમ શ્વાસ લીધા હતા. હિંમતનગર તાલુકાનાં બેરણા ગામે રહેતી ભૂમિબેન રાજેશભાઈ પટેલ (ઉં.વ.24) એ ધો.12 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ BSc એગ્રીની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ વધુ અભ્યાસ માટે ભૂમિએ મહેસાણામાં (Mehsana) જઈ MSc એગ્રીની ડિગ્રી મેળવી હતી. ભૂમિ પટેલે (Bhumiben Rajeshbhai Patel) હોટ્રિકલચર (ફુલછોડ) ની પરીક્ષા પણ આપી હતી. જો કે, હજું તેનું પરિણામ આવ્યું નથી.
આ પણ વાંચો - Ahmedabad : મળો... ‘સાઈડકારવાળા દાદી’ ને ! બે બહેનોનું પ્રેરણાદાયી જીવન નવી હૂંફ આપશે!
પિતાને લીવરનું દાન કર્યું, એક જ હોસ્પિટલમાં બંનેનાં ઓપરેશન થયાં
થોડા સમય પહેલા ભૂમિનાં પિતા રાજેશભાઈને લીવરની તકલીફ થઈ હતી, જેથી નિષ્ણાંત તબીબોની સલાહ બાદ જો કોઈનું લીવર મેચ થાય તો દાન પેટે રાજેશભાઈને આપી તેમની જીંદગી બચાવી શકાય છે. આ સાંભળીને પિતાની વ્હાલી દીકરી ભૂમિએ એક ક્ષણની પણ વાર ન કરી અને પિતાને લીવરનું દાન કરવા માટે તૈયારી દાખવી હતી. થોડાક દિવસ અગાઉ અમદાવાદની (Ahmedabad) ખાનગી હોસ્પિટલમાં જરૂરી ટેસ્ટ બાદ ભૂમિનું ઓપરેશન કરી લીવરનો ટુકડો તબીબોએ લીધો હતો. ત્યાર બાદ એક જ હોસ્પિટલમાં એક જ રૂમમાં ભૂમિનાં બેડની બાજુમાં રખાયેલ પંલગ પર રાજેશભાઈને સફળ ઓપરેશન કરી ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિથી આરોપણ કરાયું હતું.
આ પણ વાંચો - લાંચિયા મહિલા નાયબ કલેક્ટરના લૉકરમાંથી Gujarat ACB ને પોણા કરોડનું સોનું મળ્યું
ભૂમિને કમળામાંથી કમળી થઈ જે જીવલેણ સાબિત થઈ
લીવરનું દાન કરાયા બાદ ત્રણેક દિવસ સુધી ભૂમિની તબિયત સુધારા પર હતી પરંતુ, ભાગ્યને મંજૂર નહીં હોય તેમ અચાનક ભૂમિને કમળામાંથી કમળી થઈ અને તે આખરે જીવલેણ સાબિત થઈ. ભૂમિએ ગત 8 માર્ચ, 2025 નાં (International Women's Day) હોસ્પિટલમાં સદાયની માટે આંખ મીચી પરિવારને અલવિદા કહ્યું હતું. આ હૃયસ્પર્શી ઘટના બાદ માત્ર પરિવાર જ નહીં પણ સમગ્ર બેરણા ગામ અને પાટીદાર સમાજે (Patidar Samaj) ભારે હૈયે અને ભીની આંખે ભૂમિને અંતિમ વિદાય આપી. ફૂલોની જેમ સુવાસ ફેલાવી ભૂમિ પંચહાભૂતમાં વિલીન થઈ. ભૂમિ પટેલનાં બલિદાન વિશે જે કોઈ સાંભળે છે તે તેણીને શત્ શત્ નમન કરે છે અને સલામ કરે છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો!