ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિંમતનગર-ખેડબ્રહ્મા ટ્રેન સેવા ટૂંક સમયમાં થશે શરૂ; બ્રોડગ્રેજનું કામ પૂર્ણ

સીઆરએસ થયા બાદ ટૂંક સમયમાં ટ્રેન સેવા શરૂ થવાની શકયતા
11:14 PM Jul 25, 2025 IST | Mujahid Tunvar
સીઆરએસ થયા બાદ ટૂંક સમયમાં ટ્રેન સેવા શરૂ થવાની શકયતા

હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે આવેલ પપ કી.મી.માં બ્રોડગ્રેજનું કામ પૂર્ણ થઈ ચુકયું છે ત્યારે આ સેકસન પર રેલ્વેના અધિકારીઓએ વીજ પુરવઠો કાર્યરત કર્યા બાદ તાજેતરમાં રેલ્વે એન્જીન દોડાવવાનું શરૂ કરી દીધુ છે ત્યારે આગામી તા.૮ ઓગસ્ટે રેલ્વેના કોચ સાથે ઈલેકટ્રીક એન્જીન દોડાવીને ટ્રાયલ લેવામાં આવશે હાલ તો હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે આવતા સ્ટેશનો પર જરૂરી સ્ટાફ ઉપલબ્ધ કરાવવા માટે ગુરૂવારે રેલ્વેના સંલગ્નના અધિકારીઓએ સ્ટેશનોની મુલાકાત લઈ લીધી છે.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાની પ્રજા ટ્રેન સેવાનો છેલ્લા ગણા સમયથી ઈન્તેજારી કરી રહી છે ત્યારે રેલ્વે તંત્રએ પણ આમ પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને યુધ્ધના ધોરણે કામ શરૂ કરી પૂર્ણ કરી દીધુ છે જોકે અગાઉ હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ઝડપથી ટ્રેનો શરૂ કરવા માટે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ વખતો વખત રેલ્વે મંત્રીની મુલાકાત લઈને રજુઆતો કરી હતી.

દરમ્યાન થોડાક દિવસ અગાઉ હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની રેલ્વે લાઈન પર વીજ પુરવઠો શરૂ કરી દેવાયા બાદ ગુરૂવારે ઈલેકટ્રીક એન્જીન દોડાવવામાં આવ્યું હતું જેમાં ક્ષતિનો અભ્યાસ કરી તેને દુર કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ ટ્રેન સેવા શરૂ કરતા અગાઉ હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના સેકસનનો અંતિમ ટ્રાયલ લેવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તા.૮ ઓગસ્ટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે કોચ સાથે ઈલકેટ્રીક ટ્રેન દોડાવવામાં આવશે જેમાં રેલ્વેના સંલગ્ન વિભાગના અધિકારીઓ મુસાફરી કરીને તેનો અહેવાલ તૈયાર કરશે.

સીઆરએસ રીપોર્ટ તૈયાર થયા બાદ ઉચ્ચ અધિકારીઓ તેને રેલ્વે બોર્ડમાં મોકલી આપશે તે પછી ટ્રેન શરૂ કરવા માટે વેસ્ટર્ન રેલ્વેના અધિકારીઓને હુકમ કર્યા બાદ સમય પત્રક અને સ્ટોપેજ સહિત અન્ય શકયતાઓ તપાસી લીધા બાદ ટ્રેન શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા સહિત અરવલ્લી અને ગુજરાતની પ્રજા ઈચ્છી રહી છે કે ભાદરવી પૂનમ અગાઉ જો હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ટ્રેન શરૂ થાય તો માઈભક્તો સહિત જિલ્લાની પ્રજાને અવર જવર કરવામાં અનુકુળતા રહેશે.

અહેવાલ:  યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો- Jamnagar રસ્તા હતા કાચા…પાક્કા હતા ઈરાદા…હાથ જોડ્યા વિકાસ…એક નજર અહીં માર…

Tags :
Himmatnagarkhedbrahmatrain service
Next Article