ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચમાં હિન્દુ વિધવા પુત્રવધુ પર વિધર્મી સસરાનો હુમલો: સીસીટીવીમાં કેદ ઘટના

ભરૂચમાં પુત્રવધુએ જ પોતાના વિધર્મી સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે
11:55 PM Aug 13, 2025 IST | Mujahid Tunvar
ભરૂચમાં પુત્રવધુએ જ પોતાના વિધર્મી સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે

ભરૂચ: ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી મીની ડાયમંડ જનરલ સ્ટોરમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક વિધર્મી કહેવાતા વૃદ્ધ સસરાએ તેની હિન્દુ વિધવા પુત્રવધુ પર હુમલો કર્યો છે. આ ઘટના સ્થાનિક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સસરો દુકાનમાં ઘૂસીને પુત્રવધુને માર મારતો દેખાય છે.

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, એક આધેડ વયનો પુરૂષ એક મોલ જેવી દેખાતી દુકાનમાં પોતાની પુત્રવધુ સાથે ખુબ જ ગુસ્સામાં વાત કરી રહ્યો છે. ગુસ્સામાં વાત કરતો હોવાથી પુત્ર વધુ થોડી પાછળ જતી રહે છે, તે દરમિયાન તે આધેડ યુવક મોલમાં રહેલી અન્ય યુવતી સાથે વાત કરતો રહે છે અને થોડી જ વારમાં અન્ય યુવતી સાથે વાત કરતાં-કરતાં તે ઉશ્કેરાઈ જાય છે અને તે તેની પુત્રવધુ ઉપર ઘાતક હુમલો કરી દે છે.

વિધવા પુત્રવધૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો સસરો, જે વિધર્મી સમુદાયનો હોવાનું કહેવાય છે, તે પોલીસનો બાતમીદાર અને પંચ હોવાના કારણે પોલીસ તેની સામે કાર્યવાહી કરતી નથી. તેણે આક્ષેપ લગાવ્યો કે સસરાએ તેની સાથે અઘટીત અને અભદ્ર માગણીઓ કરી હતી, જેનો તેણે વિરોધ કર્યો હતો. આ વિવાદ બાદ સસરો દુકાનમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો, જેનો વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થયો છે.

આ મામલે વિધવાની ફરિયાદના જવાબમાં તેની સાસુએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે પોતાના પતિ (સસરા)નું બચાવ કર્યું છે. આ બંને ફરિયાદોને લઈને મામલો વધુ ગંભીર બન્યો છે, અને સ્થાનિકોમાં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે. વિધવા પુત્રવધૂએ પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે તેની ફરિયાદ ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી, કારણ કે સસરો પોલીસનો બાતમીદાર હોવાનો દાવો તેણે કર્યો છે. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

પુત્રવધુએ પોતાના સસરા સામે કેસ કરતાં જણાવ્યું હતુ કે, તે અવાર-નવાર અભદ્ર માંગણીઓ કરવા સહિત મારી સાથે શારીરિક અડપલા પણ કરતો હતો. આ અંગેની આગળની તપાસ ભરૂચ પોલીસ કરી રહી છે. હાલમાં પોલીસે પીડિત યુવતીની ફરિયાદ નોંધી લીધી છે. તો બીજી તરફ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે, પીડિતાએ પોલીસ ઉપર જ પ્રશ્ન ઉઠાવ્યા હોવાથી તપાસ તટસ્થ રીતે થશે કે નહીં, તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે, પોલીસે સીસીટીવીના આધારે તપાસ ચાલું કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો-રાજકોટ લોક મેળાને લઈને સૌથી મોટો સમાચાર; પોલીસે કરી પ્રેસ કોન્ફ્રન્સ

Tags :
#HinduWidow#ImmoralityBharuchCCTVFootage
Next Article