ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂકની ઐતિહાસિક પહેલ

પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસ-Gujarat Police કટિબધ્ધ
01:57 PM Dec 21, 2024 IST | Kanu Jani
પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસ-Gujarat Police કટિબધ્ધ
Gujarat - સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તા.૧લી જુલાઇ-૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ત્રણેય નવા કાયદાઓમાં તપાસની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મુકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઇ કરવામાં આવી છે. જેને ધ્યાને લઇ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ૧૧૨ SDPO(પેટા વિભાગીય પોલીસ અધિકારી)/ACP(મદદનીશ પોલીસ કમિશનર)ની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, ભવિષ્યમાં તેના ઐતિહાસિક પરિણામ ચોકકસ જોવા મળશે.
છેલ્લા કેટલાક સમયથી Gujarat ગુજરાત રાજ્યમાં કન્વીકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયાસના ભાગરૂપે તમામ SDPO/ACPની કચેરીમાં ‘ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Gujarat રાજ્યમાં બનતા તમામ પ્રકારના ગંભીર ગુનાઓની તપાસના સુપરવિઝનની જવાબદારી જીલ્લાઓમાં SDPO અને શહેરોમાં ACPની હોય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે SDPO/ACP જ્યારે ગંભીર પ્રકારના ગુનાનું સુપરવિઝન કરતા હોય ત્યારે તેઓ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરતા હોય છે.  તપાસ કરનાર અમલદારને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે માર્ગદર્શન પુરૂં પાડતા હોય છે. તેમની આ જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન થાય તે માટે ફોરેન્સિક સાયન્સ વિષય નિષ્ણાંત અને તાલીમબધ્ધ હોય તેવા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર તેઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુનાઓના કન્વીકશન રેટમાં ચોક્કસપણે વધારો થશે 
જ્યારે કોઇપણ ગુનો બને ત્યારે ફોરેન્સીક ક્રાઇમસીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને સુદ્બઢ બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પિડીતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ પહેલના કારણે ગંભીર પ્રકારના ગુનાઓના કન્વીકશન રેટમાં ચોક્કસપણે વધારો થશે.
ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા આ તમામ ૧૧૨ ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે ખાસ તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યુ છે. ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ભૌતિક પુરાવા અને ચેઇન ઓફ કસ્ટડીનું મહત્વ, ગુના સ્થળની તપાસ પ્રક્રિયા, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા નિર્દેશ, ઇ-સાક્ષ્યનો ઉપયોગ અને ડીજીટલ પુરાવાઓ સહિતના વિવિધ કાઇમ સીન સંબંધિત વિષયોને આવરી લેવામાં આવશે.
આ પણ વાંચો-Kutch Rann Utsav: કચ્છ તમારા બધાની રાહ જુએ છે! રણોત્સવમાં આવવા માટે લોકોને PM મોદીએ આપ્યું ખાસ આમંત્રણ
Tags :
ACPGujaratGujarat PoliceSDPO
Next Article