ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: રાજ્યના 25 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગૃહ વિભાગે આપ્યાં આદેશ

Gujarat: ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ગૃહ વિભાગ દ્વારા મોટાપાયે બદલીના આદેશ આપામાં આવ્યાં છે.
09:30 PM Dec 09, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat: ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ગૃહ વિભાગ દ્વારા મોટાપાયે બદલીના આદેશ આપામાં આવ્યાં છે.
Gujarat
  1. 25 IPS અધિકારીઓની બદલીના આદેશ
  2. ગૃહવિભાગે આપ્યા મોટાપાયે બદલીના આદેશ
  3. CID ક્રાઈમના વડાપદેથી પાંડિયનને હટાવાયા

રાજ્યમાં પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ગૃહ વિભાગ દ્વારા મોટાપાયે બદલીના આદેશ આપામાં આવ્યાં છે. મળતી જાણકારી પ્રમામે CID ક્રાઈમના વડાપદેથી પાંડિયનને હટાવાયા છે. જાણકારી પ્રમાણે રાજકુમાર પાંડીયનને ADGP લૉ એન્ડ ઑર્ડરમાં મુકાયા છે.

ગૃહ વિભાગ દ્વારા મોટાપાયે બદલીના આદેશ આપામાં આવ્યાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અજય ચૌધરીને ADGP મહિલા સેલમાં મુકાયા છે, આ સાથે વિધિ ચૌધરી અમદાવાદના સ્પેશ્યિલ કમિશનર તરીકે નિમાયા છે. આ મોટાપાટે બદલીના આદેશ ગૃહ વિભાગમાંથી આપવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, મોટાપાટે બદલીના આદેશ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાચ મચી ગયો છે.

જાણો કોની બદલી ક્યાં કરવામાં આવી?

બદલીની વિગતે વાત કરવામાં આવે તો, વિધિ ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ માટે એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂક કરાઈ છે. આ સાથે એમ.એલ. નીનામાને વડોદરા સિટીથી બદલી કરીને IGP સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગરમાં નિમણૂક કરાઈ છે. રાજકોટ રૂરલમાંથી બદલી કરીને જયપાલસિંહ રાઠોડને અમદાવાદ શહેરના એડિશનલ સીપી તરીકે નિમણૂક કરાયા છે. સંજય કરાટને એન્ટી ઈકોનોમિક ઓફેન્સિસ વિંગ ગાંધીનગરમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે.

ડૉ. સુધીરકુમાર દેસાઈ ઈન્ટેલિજન્સ ગાંધીનગરમાં એસપી તરીકે નિમાયા

અન્ય આઈપીએસ અધિકારીઓની વાત કરવામાં આવે તો, રવિન્દ્ર પટેલની પાટણથી બદલી કરી ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે. ડૉ. સુધીરકુમાર દેસાઈને ઈન્ટેલિજન્સ ગાંધીનગરમાં એસપી તરીકે નિમવામાં આવ્યા છે. હિમકરસિંહને અમરેલી એસપી પરથી બદલી કરીને રાજકોટ રૂરલના એસપી તરીકે મોકવામાં આવ્યાં છે. બલરામ મીનાને અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસપીના પદ પરથી બદલીને અમદાવાદ શહેર ઝોન-1ના ડીસીપી તરીકે નિમવામાં આવ્યા. આ સાથે હિમકરસિંહને અમરેલી એસપી પરથી બદલી કરીને રાજકોટ રૂરલના એસપી તરીકે નિમવામાં આવ્યા છે. ઉષા રાડાને SRPF મુદેટી સાબરકાંઠા પરના પદ પરથી બદલી કરીને વડોદરા જેલના સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે. કુલ મળથીને

Tags :
25 IPS officers transfer25 IPS transfer orderGujaratGujarat cadre IPSGujarat FirstGujarat IPSGujarat PoliceGujarati NewsIPS OfficerIPS officers transferIPS Transfertransfer order
Next Article