Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી અમદાવાદ, ખેડા, વડોદરાની મુલાકાતે

VADODARA : ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, વડોદરામાં દાદા ભગવાનની 117 મી જન્મજયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે, ત્યાર બાદ સાવલી જશે.
vadodara   આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી અમદાવાદ  ખેડા  વડોદરાની મુલાકાતે
Advertisement

VADODARA : આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) ત્રણ શહેરોની મુલાકાતે જનાર છે. ત્રણેય શહેરોમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. પ્રથમ અમદાવાદ (AHMEDABAD) માં આયોજિત ભારતકુલના ઇનોગ્રેશન ફંક્શનમાં તેઓ હાજરી આપશે. ત્યાર બાદ તેઓ ખેડા (KHEDA) માં આયોજીત દ્વિ શતાબ્દી મહોત્વમાં હાજરી આપશે. અને બાદમાં તેઓ વડોદરા (VADODARA) માં દાદા ભગવાનની 117 મી જન્મજયંતિ મહોત્વમાં ઉપસ્થિત રહેશે. અંતમાં સાવલીમાં આયોજીત દિવાળી સ્નેહમિલનમાં શુભેચ્છકો અને સમર્થકો વચ્ચે તેઓ ઉપસ્થિત રહેશે.

ચાર દિવસ સુધી મુલાકાતીઓ સમૃદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન અને ચર્ચા-વિચારણામાં ભાગ લઈ શકશે

ભારતના ગહન દાર્શનિક અને કલાત્મક વારસાને જાણવા-સમજવા અને તેની ઉજવણી કરવા માટેના "ભારતકુલ ઉત્સવ " નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સૌ પ્રથમ અનોખું આયોજન ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત મીડિયા ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. ભારતકુલ ઉત્સવ 14 થી 17 નવેમ્બર, 2024 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના સંકુલમાં જ યોજાશે. ભારતકુલ મહોત્સવના તમામ ચાર દિવસ સુધી મુલાકાતીઓ સમૃદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન અને ચર્ચા-વિચારણામાં ભાગ લઈ શકશે. ઉત્સવના કેન્દ્રમાં ભાવ (અભિવ્યક્તિ), રાગ (મેલોડી) અને તાલ (લય)ની માર્ગદર્શક થીમ્સ રાખવામાં આવી છે. જેના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) વિશેષ ઉપસ્થિત રહેશે.

Advertisement

વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે

ત્યાર બાદ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) ખેડામાં આયોજીત લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કુલ 9 દિવસ સુધી ચાલનારા દ્વિશતાબ્દી મહોત્સવમાં લાખો હરિભક્તો જોડાશે.

Advertisement

નવલખી મેદાન ખાતે જોવા જેવી દુનિયા થીમ પર નિર્માણ કરવામાં આવ્યું છે

ત્યાર બાદ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) સંઘવી દાદા ભગવાનની 117 મી જન્મજયંતિ મહોત્સવમાં હાજર રહેશે. વડોદરામાં દાદા ભગવાનની કર્મભૂમિ વડોદરાના નવલખી મેદાન ખાતે હાલ જોવા જેવી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ માધ્યમો થકી જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. જેની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) સાવલીમાં આયોજીત દિવાળી સ્નેહમિલનના કાર્યક્રમમાં શુભેચ્છકો અને સમર્થકો વચ્ચે ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો -- પોરબંદરના દરિયામાં 36 કલાક સુધી સી વિજીલ ઓપરેશન કરવામાં આવશે

Tags :
Advertisement

.

×