ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાબા બાગેશ્વરના દરબારમાં કઇ રીતે લગાવવી અરજી ? જાણી લો શું છે સિસ્ટમ

બાબા બાગેશ્વરના ભક્તોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલ બાબા બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે.આવા સંજોગોમાં મોટાભાગના લોકોના મનમાં બાગેશ્વર ધામ અને અહીં યોજાતા દરબારને લઇને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. તો સૌથી પહેલા એ સવાલનો...
08:24 PM May 26, 2023 IST | Vishal Dave
બાબા બાગેશ્વરના ભક્તોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલ બાબા બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે.આવા સંજોગોમાં મોટાભાગના લોકોના મનમાં બાગેશ્વર ધામ અને અહીં યોજાતા દરબારને લઇને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. તો સૌથી પહેલા એ સવાલનો...

બાબા બાગેશ્વરના ભક્તોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલ બાબા બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે.આવા સંજોગોમાં મોટાભાગના લોકોના મનમાં બાગેશ્વર ધામ અને અહીં યોજાતા દરબારને લઇને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. તો સૌથી પહેલા એ સવાલનો જવાબ આપીએ કે બાગેશ્વર બાબાના દરબાર માટે અરજી કઇ રીતે કરાય છે.

બાગેશ્વર બાબાના દરબારમાં અરજી કરવા માટે એક ચોક્કસ સિસ્ટમ છે. અહીં જે વ્યક્તિ અરજી કરવા ઇચ્છતો હોય તેણે ચુંદડીમાં એક નાળીયેર બાંધીને બાબાના દરબારમાં રાખવું પડે છે. જે વ્યક્તિની અરજી સામાન્ય હોય તેણે શ્રીફળને લાલ કપડામાં બાંધવાનું હોય છે. અરજી ભુત સંબંધિત હોય તેણે શ્રીફળને કાળા કપડામાં બાંધવાનું રહે છે. જો અરજી લગ્ન અંગેની હોય તો શ્રીફળને પીળા કપડામાં બાંધવાનું હોય છે. આ પ્રકારે તમારી અરજીનો સ્વિકાર થાય છે.

Bageshwar Dhamના બાબા ગુજરાતના મહેમાન બન્યા છે. તેઓ હાલ સુરતમાં છે ત્યાર બાદ અમદાવાદ, રાજકોટ અને વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં પણ તેઓ પોતાનો દિવ્ય દરબાર લગાવવાના છે.બાગેશ્વર બાબાના નામે પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર ક્રિશ્ન શાસ્ત્રીના દરબારમાં લાખો લોકો પહોંચી રહ્યા છે. હાલ તેઓ સોશિયલ મીડિયામાં ખુબ છવાયેલા છે. તેમની નાની ઓડિયો ક્લિપ, વીડિયો ક્લિપ અને તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

Tags :
ApplicationBaba BageshwardarbarDharmaDhirendra Shashtri
Next Article