Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, AUDA ના CEO અને IAS DP Desai એ લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી ડી.પી. દેસાઈએ AUDA ના CEO પદેથી અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા વહીવટી આલમમાં આશ્ચર્ય ફેલાયું છે. 2008 બેચના આ અધિકારીની નિવૃત્તિ પાછળના કારણો અને GAD દ્વારા મળેલી ત્વરિત મંજૂરી કયા નવા સંકેતો આપી રહી છે? અમદાવાદના ભાવિ આયોજન સાથે સંકળાયેલા આ પદ પર હવે કોની પસંદગી થશે અને આ ફેરફારની શું અસર પડશે તે જાણવા વાંચો અહેવાલ.
ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર  auda ના ceo અને ias dp desai એ લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ
Advertisement
  • IAS DP Desai :રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફારના સમાચાર
  • IAS અધિકારી ડી.પી. દેસાઈએ લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ
  • GAD વિભાગ દ્વારા સ્વૈચ્છીક નિવૃત્તિને અપાઈ મંજૂરી
  • AUDAના CEO ડી.પી. દેસાઈએ VRS લીધી
  • આજથી 30 એપ્રિલ 2026થી નિવૃત્તિ અમલમાં
  • ડી.પી. દેસાઈ 2008 બેચના IAS અધિકારી

IAS DP Desai VRS AUDA CEO: ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં (Gujarat Administration) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ IAS અધિકારી ડી.પી. દેસાઈએ (IAS D.P. Desai) પોતાની સેવાઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી વહીવટી ક્ષેત્રે કાર્યરત ડી.પી. દેસાઈના આ અચાનક નિર્ણયથી સચિવાલયના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

IAS DP Desai_gujarat_first

Advertisement

સરકારના મહત્વના વિભાગોમાં બજાવી છે ફરજ

સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department - GAD) દ્વારા ડી.પી. દેસાઈની આ સ્વૈચ્છિક નિવૃત્તિની અરજીને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. સત્તાવાર નોટિફિકેશન મુજબ, તેમની નિવૃત્તિ આજથી એટલે કે 30 એપ્રિલ 2026 થી અમલી ગણાશે. ડી.પી. દેસાઈ 2008 બેચના (2008 Batch) પ્રમોટી IAS અધિકારી છે અને તેમણે રાજ્ય સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં પોતાની સેવાઓ આપી છે.

Advertisement

IAS DP Desai : અનુભવી અધિકારીની સેવાઓનો અંત

AUDA ના CEO તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદની આસપાસના વિસ્તારોના વિકાસ અને ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP Schemes) બાબતે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની નિવૃત્તિ બાદ હવે AUDA ના CEO પદનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવશે અથવા નવા અધિકારીની નિમણૂક ક્યારે થશે તે અંગે સરકાર આગામી દિવસોમાં નિર્ણય લેશે. વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી.પી. દેસાઈએ વ્યક્તિગત કારણોસર આ નિવૃત્તિ લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમની નિવૃત્તિ સાથે જ 2008 બેચના એક અનુભવી અધિકારીની સેવાઓનો અંત આવ્યો છે.

આ પણ વાંચો: Bargi Dam Cruise Accident: મધ્યપ્રદેશના બરગી ડેમમાં ક્રુઝ શિપ પલટી જતાં 4ના મોત,18થી વધુ લાપતા

Tags :
Advertisement

.

×