2,300 ટન વજન ખસેડવાની ક્ષમતા, ઝડપ 23 નોટ્સ , 105 મીટર લાંબુ 'ICGS શૌર્ય' Porbandar પહોંચ્યું
પોરબંદર ખાતે એક એવું આધુનિક અને શક્તિશાળી જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, જેની વિશેષતાઓ જાણીને દુશ્મનોના શ્વાસ અટકી શકે તેમ છે. આ જહાજ માત્ર પેટ્રોલિંગ જ નહીં, પરંતુ દરિયાની વચ્ચે આકાશી ઓપરેશન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ જહાજની તૈનાતી પાછળનું ખાસ મિશન અને તેની અદભૂત ક્ષમતાઓ જાણવા જેવી છે.
Advertisement
- ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો, Porbandar માં ‘શૌર્ય’ તૈનાત!
- પોરબંદર જેટી પર અત્યાધુનિક ICGS શૌર્યનું ભવ્ય સ્વાગત
- ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત 105 મીટર લાંબુ સ્વદેશી જહાજ
- CRN-91 ગન અને હેલિકોપ્ટર લેન્ડિંગ સુવિધાથી સજ્જ
- અરબી સમુદ્રમાં દાણચોરી રોકવા અને સર્વેલન્સમાં આપશે સાથ
- માછીમારોની સુરક્ષા અને દેશની દરિયાઈ સરહદ બનશે વધુ મજબૂત
Porbandar : ગુજરાતના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા દરિયાકાંઠાની સુરક્ષામાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) દ્વારા તેના અત્યાધુનિક ઓફશોર પેટ્રોલ ક્લાસ વેસલ, ICGS શૌર્ય (ICGS Shaurya) ને પોરબંદર ખાતે કાયમી ધોરણે તૈનાત કરવામાં આવ્યું છે. આજે 2 એપ્રિલ 2026ના રોજ પોરબંદર જેટી ખાતે મ્યુઝિકલ બેન્ડના સુરો સાથે આ જહાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

