Idar APMC : ભરતી પ્રકરણમાં નવો વળાંક, તપાસ ફરી સાબરકાંઠા જિ. રજિસ્ટ્રારને સોંપાઈ
- બહુચર્ચિત ઈડર એપીએમસી ભરતી પ્રકરણમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો
- અરવલ્લી રજિસ્ટ્રાર પાસેથી તપાસ ફરી એકવાર સાબરકાંઠા જિ. રજિસ્ટ્રારને સોંપાઈ
- અરવલ્લી રજિસ્ટ્રારે સમયસર તપાસ પૂર્ણ ન કરતા ફરી એકવાર સાબરકાંઠા જિ. રજિસ્ટ્રારની એન્ટ્રી
- APMC નાં ચેરમેન, ડિરેક્ટરો, સેક્રેટરીની રાબેતા મુજબ ભરતી ચાલુ રાખવા મથામણ!
Sabarkantha : ઈડર એપીએમસી (Idar APMC) ભરતી પ્રકરણમાં સોમવારે નવો વળાંક આવ્યો છે, જેના પાછળનું કારણ એ છે કે ભરતી મામલે સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને (Aravalli District Registrar) તપાસ સોંપાઈ હતી પરંતુ, તેઓએ ગમે તે કારણસર તપાસ પૂર્ણ ન કરતાં ફરીથી આ મામલે તપાસ કરવા માટે સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને આદેશ કરાયો છે. આમ ભરતી મામલે તપાસનું નાટક ચાલી રહ્યું હોય તેવી છાપ ઉપસી રહી છે.
આ પણ વાંચો - SabarDairy : 61 મી સાધારણ સભા યોજાઈ, ભાવફેર તફાવતનાં 158 કરોડ દૂધ ઉત્પાદકોને ચૂકવાશે
Idar APMC નાં ચેરમેન અને સેક્રેટરી સામે મામકાઓને નોકરી આપવાનો આરોપ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઈડર એપીએમસીમાં થોડાક સમય અગાઉ ચેરમેન અને ડિરેક્ટરોએ તેમના મામકાઓને નોકરી અપાવવા માટે નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરીને ભરતી કરી દીધી હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ હતી, જેને લઈને છેલ્લા કેટલાક સયમથી ચાલતો આ વિવાદ હાઈકોર્ટનાં (Gujarat High Court) દ્વારે પહોંચ્યો હતો. જ્યારે, એપીએમસીનાં ચેરમેન, ડિરેક્ટરો અને સેક્રેટરી રાબેતા મુજબ ભરતી ચાલુ રાખવા માટે મથામણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તત્કાલિન સમયે ઈડર એપીએમસીમાં કરાયેલી ભરતીનાં વિવાદ બાદ પૂર્વ ડિરેકટરો મેદાને પડ્યા હતા. જે અંતર્ગત અગાઉ સાબરકાંઠા રજિસ્ટ્રારને તપાસ સોંપાઈ હતી.
આ પણ વાંચો - Bhavnagar : રોટરી ક્લબ-ભાવનગર વાયબ્રન્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો
અરવલ્લી રજિસ્ટ્રાર પાસેથી તપાસ ફરી એકવાર સાબરકાંઠા જિ. રજિસ્ટ્રારને સોંપાઈ
પરંતુ, ગમે તે કારણસર આ મામલે તપાસ સાબરકાંઠા રજિસ્ટ્રાર પાસેથી આંચકી લેવામાં આવી હતી અને અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપાઈ હતી. પરંતુ, હવે ફરી ગમે તે કારણસર રાજય રજિસ્ટ્રાર અને સરકારનાં સંલગ્ન વિભાગ દ્વારા ઈડર એપીએમસીમાં કરાયેલી ભરતી મુદ્દે તપાસ સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને (Sabarkantha District Registrar) સોંપાઈ છે. ત્યારે હવે તેઓ કેટલાક સમય સુધીમાં તપાસનો અહેવાલ સંલગ્ન વિભાગમાં રજું કરે છે તે જોવાનું રહ્યું. હાલ તો ઈડર તાલુકામાં આ મામલે અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ મામકાઓને નોકરી અપાવનાર ડિરેક્ટરો અને અધિકારીઓ ચિંતામાં મૂકાઈ ગયા હોવાની પણ ચર્ચા છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર એમ.આર.ત્રિવેદીએ જણાવ્યું કે, ઈડર એપીએમસી (Idar APMC) ભરતી પ્રકરણની તપાસ પહેલેથી મારી પાસે હતી પરંતુ, નિયામકનાં આદેશથી અરવલ્લી જિલ્લા રજિસ્ટારને સોંપાઈ હતી. કોઈ કારણસર સમયમર્યાદામાં તપાસ પૂર્ણ ન થતા ફરીથી તપાસ મને સોંપાઈ છે, જેથી તપાસ કર્યા બાદ વિગતો ઉચ્ચકક્ષાએ મોકલી અપાશે તેવો દાવો કર્યો છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Jamnagar : ગેરકાયદેસરનાં બાંધકામ સામે તંત્રની લાલ આંખ! વર્ષો જૂના દબાણો દૂર કરાયાં