Ider Royal Family : ઈડર રાજગાદીનાં વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજી જાહેર, જાણો તેમનાં વિશે
- ઈડર રાજગાદીનાં વારસદાર રાજકુમારી વિવેકાકુમારીજી જાહેર કરાયા (Ider Royal Family)
- મહારાજા રાજેન્દ્રસિંહજીએ રાજકુમારીને વારસદાર જાહેર કર્યા
- પ્રતાપ પેલેસ સહિતનાં ઈડર શાહી પરિવારના વારસાને સંભાળશે
- રાજકુમારી હાલ મુંબઈનાં અલ્ટામાઉન્ટ સ્થિત વિજયાભવનમાં સ્થાયી
Ider Royal Family : સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) ઇડર રાજગાદીનાં વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજી (Princess Vivek Kumari) જાહેર કરાયા છે. ઈડર શાહી પરિવારનાં મહારાજા રાજેન્દ્રસિંહજીએ (Maharaja Rajendrasinhji) રાજકુમારીને વારસદાર તરીકે જાહેર કર્યા છે. મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો છે. પ્રતાપ પેલેસ સહિતનાં ઈડર શાહી પરિવારના વારસાને તેઓ સંભાળશે.
આ પણ વાંચો - World Environment Day : કેન્દ્રની મોદી સરકારનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માન્યો આભાર
મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો
સાબરકાંઠા જિલ્લામાં ઇડર રાજગાદીનાં વારસદાર (Ider Royal Family) અંગે મોટા સમાચાર આવ્યા છે. ઈડર શાહી પરિવારની રાજગાદીનાં વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજીને જાહેર કરાયા છે. ઈડર શાહી પરિવારના મહારાજા રાજેન્દ્રસિંહજીએ રાજકુમારીને વારસદાર તરીકે જાહેર કર્યા છે. મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, રાજકુમારી વિવેકાકુમારીજી (Princess Vivek Kumari) પ્રતાપ પેલેસ સહિતનાં ઈડર શાહી પરિવારના વારસાને સંભાળશે.
આ પણ વાંચો - Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ
રાજકુમારી હાલ મુંબઈના અલ્ટામાઉન્ટ સ્થિત વિજયાભવનમાં સ્થાયી
આ સાથે રાજકુમારી વિવેકાકુમારીજી ઈડર સ્ટેટનાં વારસા અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવશે. રાજકુમારી હાલ મુંબઈનાં (Mumbai) અલ્ટામાઉન્ટ સ્થિત વિજયાભવનમાં સ્થાયી છે. વિવેકાકુમારી ગોંડલનાં રાજકુમારી અને ઈડર શાહી પરિવારના મહારાણી પ્રકાશકુમારીનાં સંતાન છે. રાજકુમારી વિવેકાકુમારીએ યુકેની એસ્ટર યુનિવર્સિટીમાંથી વાણિજ્ય એમએસસીનો અભ્યાસ કર્યો છે. શાહી વારસાનાં ઉત્તરાધિકારી તરીકે દીકરીની નિમણૂક પર રાજકુમારીએ સન્માનિત ભાવ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો - Visavadar by-Election : વિસાવદર બેઠક પર ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો, હવે 16 વચ્ચે ચૂંટણી જંગ, જાણો કારણ