ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda: નદીમાં ગેરકાયદેસર ખનનને લઈ મોટો ઘટસ્ફોટ, રેતી માફિયાઓએ વાત્રકમાં પહેલા પણ બનાવ્યો હતો બ્રિજ

ખેડામાં વાત્રક નદી પર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું.
06:05 PM Apr 04, 2025 IST | Vishal Khamar
ખેડામાં વાત્રક નદી પર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું.
kheda news gujarat first

ખેડામાં રઢુ ગામ નજીકથી પસાર થતી વાત્રક નદી પર ખનીજ માફીયાઓ (mineral mines) દ્વારા બ્રિજ બનાવી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતું હતું. ત્યારે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નાં અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. ખેડામાં વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે. સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખનન માફિયાઓ (mineral mines) એ ગેરકાયદે બ્રિજ બાંધી દીધો હતો. ખનન માટે 100 મીટર લાંબો બ્રિજ બાંધી દીધો હતો. રાત્રી દરમ્યાન ખનન માટે બ્રિજનો ઉપયોગ થતો હતો. આ સમગ્ર મામલે માતરના મામલતદાર જે.કે ખસિયાએ નિવેદન આપ્યું હતું કે બ્રિજ નજીક અન્ય બ્રિજ બનાવવાની પણ તૈયારીઓ કરી રહ્યા હતા. બીજો બ્રિજ બને તે પહેલા જ ગેરકાયદે બ્રિજ તોડાયો હતો.

ગુજરાત ફર્સ્ટની તપાસમાં ખુલી ખનન માફિયાઓની પોલ

વાત્રક નદી (varak nadhi) માં ગેરકાયદ ખનનને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં રેતી માફિયાઓ (mineral mines) એ વાત્રકમાં પહેલા પણ બ્રિજ બનાવ્યો હતો. ગયા વર્ષે ચોમાસા પહેલા બનાવેલા બ્રિજનાં પુરાવા મળ્યા છે. થેલીમાં સિમેન્ટ ભરીને વાત્રક નદીનું વહેણ રોકી દીધું હતું. ગુજરાત ફર્સ્ટની તપાસમાં ખનન માપિયાઓની પોલી ખુલી જવા પામી છે. વર્ષોથી અહીં રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે. વાત્રક પરના જૂના બ્રિજનું ચોમાસામાં ધોવાણ થયું હતું. બ્રિજ ધોવાઈ ગયો હતો. પરંતું તેના પુરાવા હજુ પણ હયાત છે. હજુ પણ બીજો બ્રિજ બનાવવાની તૈયારીમાં હતા રેતી માફિયાઓ. નદીના પટમાંથી સિમેન્ટની પાઈપો પણ મળી આવી છે.તેમજ કેમિકલ બેગ ખાડામાં પુરીને ઢાંક્યાનાં પુરાવા પણ મળ્યા છે. જોખમી કેમિકલ પણ દટાતું હોવાની આશંકા સેવાય છે. GPCB પણ તપાસ કરે તો મોટુ કૌભાંડ સામે આવી શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: મેટ્રોપોલિટીન કોર્ટે IT એક્ટની કલમ હેઠળ પ્રથમવાર સજાનો કર્યો હુકમ, જાણો શું છે સમગ્ર મામલો

રેતમાફિયાઓને મોટી રાજકીય ઓથ હોવાની આશંકા

ખેડાના રઢુ નજીક વાત્રક નદી (varak nadhi) માં ખનન પર મોટો ખુલાસો થયો છે. ખનન માફિયાઓએ સગવડતા માટે રસ્તો બનાવ્યો હતો. ગામના ધૂળિયા રસ્તાને પાકા રસ્તા જેવો બનાવ્યો હતો. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે છે ખનન માફિયાઓની કરતૂતના પુરાવા. રેતમાફિયાઓને મોટી રાજકીય ઓથ હોવાની આશંકા છે. ખનન માફિયાનો એવો ખૌફ છે કે કોઈ બોલવા તૈયાર નથી. ગેરકાયદે બ્રિજ બનાવીને કરી કરોડોની રેતીની ચોરી કરવામાં આવી છે. ખેતરમાં જવાનો રસ્તો એક કિલોમીટર સુધી પાકો બનાવ્યો હતો. માટીના રસ્તા પર ડમ્બર ચાલી શકે તેવો રસ્તો બનાવાયો છે.

આ પણ વાંચોઃ Narmada: કુંવરજી હળપતિનાં આક્ષેપો બાદ ચૈતર વસાવાએ કહ્યું પુરાવા હોય તો કાર્યવાહી કરે

આ પણ વાંચોઃGandhinagar : ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક

Next Article