Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dhoraji: ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી દોડ્યું તંત્ર, જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યા તાળા

Dhoraji: રોજકોટના ધોરાજીમાં આવેલી એક શાળાને તાળા લાગી ગયાં છે. છાડવાવદર ગામમાં જે. જે કાલરિયા નામની માધ્યમિક શાળામાં 54 વિદ્યાર્થીઓને માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યાં હતા.
dhoraji  ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી દોડ્યું તંત્ર  જે જે  કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યા તાળા
Advertisement
  1. રાજકોટના ધોરાજીમાં શાળાને લાગ્યા ખંભાતી તાળા
  2. છાડવાવદર ગામમાં માત્ર કાગળ પર ચાલતી હતી સ્કૂલ
  3. શાળામાં 54 વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર બતાવ્યા હતા

Dhoraji: ગુજરાત ફર્સ્ટ દ્વારા અત્યારે લોકને જાગૃત કરવા માટે અને તંત્રની આંખો ખોલવા માટે અનેક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલના કારણે તંત્ર દોડતું થયું છે. રોજકોટના ધોરાજીમાં આવેલી એક શાળાને તાળા લાગી ગયાં છે. છાડવાવદર ગામમાં જે. જે કાલરિયા નામની માધ્યમિક શાળામાં 54 વિદ્યાર્થીઓને માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યાં હતા. જે બાબતે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad નરોડામાં પોલીસની પત્નીએ પુત્ર સાથે કર્યો આપઘાત

Advertisement

જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યાં ખંભાતી તાળા

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ શાળામાં તપાસના આદેશ આપ્યાં હતાં. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને તાળા મારી દેવામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તપાસના આદેશ થતાની સાથે જ શાળાના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટના ધોરાજીમાં ચાલતી શાળાને ખંભાતી તાળા લાગી ગયા છે.

Advertisement

આ પણ વાંચો: junagadh:સત્યમ હોટલના બાથરૂમમાંથી પરિણીતાનો મળ્યો મૃતદેહ!

જે.જે. કાલરિયા માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું

ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી જે.જે. કાલરિયા માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું હતું. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે.જે.કાલરીયા સ્કૂલ બોગસ રીતે ધમધમી રહી હતી. નોંધનીય છે કે, ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો હતો. તપાસ કરતા સામે આવ્યું કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી. આ પ્રકારની માધ્યમિક સ્કૂલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા. આ મામલે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે.

આ પણ વાંચો: Ahmedabad: લિકર પરમિટ મેળવવામાં પુરુષોથી મહિલાઓ આગળ નીકળી

Tags :
Advertisement

.

×