Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરુચ જિલ્લામાં વારંવાર દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી, પોલીસે નોંધ્યો ગુનો

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં પાડોશી હેવાને વિસ્તારની સગીર વયની દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી દેતા સમગ્ર મામલો હોસ્પિટલમાં તપાસ દરમિયાન બહાર આવ્યો હતો. આખરે નરાધમ સામે આમોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો...
ભરુચ જિલ્લામાં વારંવાર દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી  પોલીસે નોંધ્યો ગુનો
Advertisement

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં પાડોશી હેવાને વિસ્તારની સગીર વયની દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી દેતા સમગ્ર મામલો હોસ્પિટલમાં તપાસ દરમિયાન બહાર આવ્યો હતો. આખરે નરાધમ સામે આમોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે

Advertisement

વારંવાર દુષ્કર્મ કરતા સગીરા ગર્ભવતી

Advertisement

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં રહેતા અલ્તાફ અયુબ મલેક કે જેઓ પરિણીત હોવા છતાં ગામની સગીર વયની બાળકીને છેલ્લા એક વર્ષથી તેણીની પત્ની ઘરે હાજર ન હોય તે દરમિયાન સગીરાને લઈ જઈ વારંવાર દુષ્કર્મ કરી ધમકી આપતો હતો જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને સગીરા મૌન રહી હતી પરંતુ સગીરાના પેટમાં ગર્ભ હોવાનું સામે આવતા દરમિયાન નરાધમ પરિણીત ફળિયાનો યુવક વારંવાર તેની સાથે ખરાબ કામ કર્યું હોય અને અલ્તાફ અયુબ મલેક થકી ગર્ભ રહી ગયો હોવાની કેફિયત રજૂ કરી હતી

નરાધમ અલ્તાફ અયુબ મલેક સામે ફરિયાદ

સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા તેના પેટમાં ગર્ભ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેના પગલે સગીરાની તબિયત પણ બગડી હોવાના કારણે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પોલીસે પણ સગીરાની માતાની ફરિયાદ લઈ નરાધમ અલ્તાફ અયુબ મલેક સામે દુષ્કર્મ પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી નરાધમને ઝડપી પાડવાની કવાયત કરી છે.

આ પણ વાંચો----JAMNAGAR : ધ્રાગડા ગામમાં ધાક જમાવવા એક શખ્સે કર્યું ફાયરિંગ, SOG એ કરી ધરપકડ VIRAL VIDEO

Tags :
Advertisement

.

×