ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધોરાજી તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓની રેલમછેલ

અહેવાલ - હરેશ ભાલિયા દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વહેતા થતા પોલીસની નામોશી ? ધોરાજી પંથકના મોટા ભાગના ગામડાઓમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ અને તે અંગેના સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં ધોરાજી પોલીસની સરેઆમ નિષ્ક્રિયતા સાબિત થઇ રહી...
01:58 PM Sep 19, 2023 IST | Hardik Shah
અહેવાલ - હરેશ ભાલિયા દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વહેતા થતા પોલીસની નામોશી ? ધોરાજી પંથકના મોટા ભાગના ગામડાઓમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ અને તે અંગેના સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં ધોરાજી પોલીસની સરેઆમ નિષ્ક્રિયતા સાબિત થઇ રહી...

અહેવાલ - હરેશ ભાલિયા

દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વહેતા થતા પોલીસની નામોશી ? ધોરાજી પંથકના મોટા ભાગના ગામડાઓમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ અને તે અંગેના સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં ધોરાજી પોલીસની સરેઆમ નિષ્ક્રિયતા સાબિત થઇ રહી હોવાથી હવે રાજકોટ જીલ્લા પોલીસ વડાએ ધોરાજી ગ્રામ્ય પંથકમાં દારૂના દરોડા પડાવવા જાગવું જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.

જાણે ધોરાજી તાલુકા પોલીસને દારૂના બુટલેગરો પડકાર ફેંકતા હોવાનું સાબિત થતું હોય તેમ અહી છાનેછપને નહિ પણ ખુલ્લેઆમ દારૂ વેન્ચાતો હોવાનું વિડીયોમાં જોઈ શકાતો હોય પોલીસની ભૂમિકાને શંકાસ્પદ હોવાનો જાગૃતોમાં આક્ષેપ થયો છે. એટલુજ નહિ દારૂના બુટલેગરો તમારામાં તાકાત હોય તો અમારો ધંધો બંધ કરાવી દો તેવી આડકતરી ધમકીઓ પણ ઉચ્ચારતા હોવાની ફરિયાદો ઉઠી છે.

અત્યાર સુધીમાં ધોરાજી શહેર અને પંથકમાં દેશી દારૂનું પ્રમાણ નહીવત હોવાનું સૌ માનતું હતું પણ દારૂ બનાવતી દારૂ બનાવતી ભઠ્ઠી અને સાધનો સહિતનો વિડીયો વાયરલ થતા રાજકોટ જીલ્લામાં સૌથી વધુ દેશી દારૂનું ધોરાજી અને પંથકના ગામડાઓમાં થતું હોવાના આક્ષેપો તપાસ માંગી લે તેવા હોવાનું જાગૃતોનું કહેવું છે.
જાણકારો કહે છે કે, ખાસ કરીને ધોરાજી તાલુકાના ભૂખી, ભૂતવડ, સુપેડી, ઝાંઝમેર, સાડવાવડર ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની વાત સોશિયલ મીડિયા મારફત પ્રજા વચ્ચે આવી જતા હવે પોલીસને આકરી કામગીરી કરવી પડે તેમ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણકારો એવું પણ કહે છે કે દારૂના બુટલેગરોને કોઈ પણ જાતનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ દારૂની પોટલીઓ વેંચી રહ્યા છે. એટલુજ નથી પ્યાસીઓને દારૂ પીવાની વ્યવસ્થા પણ કરી આપતા હોવાનું વિડીયોમાં જોવા મળે છે. ત્યારે દારૂના બુટલેગરોની પોલીસ સાથે મજબુત સાંઠગાંઠ હશે કે કેમ ? તે વિચારવા જેવું છે. જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે ઘણીવાર આવા દારૂના અડ્ડા પાસેથી પોલીસ પસાર થાય છે પણ લેશમાત્ર દારૂની બદી સામે ધ્યાન આપતી નથી. મતલબ કે દારૂના બુટલેગરો પાસે બેફામ હપ્તા વસુલી પોલીસ પોતાની કમાણી કરી લેતી હોવાનો આક્ષેપ હવે રાજકોટ જીલ્લા પોલીસ વડાએ તપાસવાનો સમય પાકી ગયો છે.

હવે પોલીસ ક્યારે જાગશે ? લોકોએ જનતા રેઇડ કરવા આગળ આવવું પડશે ?

ધોરાજી પંથકના ઉપરોકત ગામમાં ફેલાયેલી દેશી દારુ પીવાની અને બનાવવાની બદીમાં રોજ અનેક યુવાધન ફસાઈને બરબાદ થઇ રહ્યું છે. અનેક પ્યાસીઓના ઘરે રોજ બરોજના ઝગડાથી કૌટુંબિક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. નાના મોટા ઝગડા પોલીસ થાને પહોચી રહ્યા છે. એક તબક્કે દારૂના વ્યસનમાં ફસાયેલો પ્યાસી હવે કોઈ પણ સંજોગોમાં દારૂની બદીમાંથી નીકળી શકે તેમ નથી. ત્યારે ધોરાજી પોલીસ હવે જાગશે કે લોકોને જનતા રેઇડ કરવા આગળ આવવું પડશે ? તેવો સવાલ જાગૃત લોકોમાં ઉઠયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Country liquor FurnacesDhorajiDhoraji talukaFurnacesGujarat Newsliquor
Next Article