ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal માં ભરવાડ યુવકની સરાજાહેરમાં હત્યા, યુવક પર છરી વડે હીચકારી હુમલો કરાયો

Gondal માં સતત કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ કથળી રહી છે. ગોંડલમાં ભરવાડ યુવકની સરાજાહેર હત્યા કરાઈ છે. યુવક પર છરી વડે ઘાતક હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હત્યાનો બનાવ...
11:04 AM Jan 30, 2024 IST | Hardik Shah
Gondal માં સતત કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ કથળી રહી છે. ગોંડલમાં ભરવાડ યુવકની સરાજાહેર હત્યા કરાઈ છે. યુવક પર છરી વડે ઘાતક હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હત્યાનો બનાવ...

Gondal માં સતત કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ કથળી રહી છે. ગોંડલમાં ભરવાડ યુવકની સરાજાહેર હત્યા કરાઈ છે. યુવક પર છરી વડે ઘાતક હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હત્યાનો બનાવ બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ગોંડલ એસટી ડેપો ચોકમાં વહેલી સવારે યુવકની સરાજાહેર હત્યાનો બનાવ બન્યો છે. સાગર મેવાડા (ઉ.વ.28) નામના ભરવાડ યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. યુવકના શરીરમાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ હત્યામાં પલટયો છે. હુમલાખોરોએ છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો છે.

હુમલાની ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા થયા એકઠા થયા હતાં. LCB, ગોંડલ શહેર પોલીસ A અને B ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.ઘટના સ્થળ પર છરીનું કવર, ચંપલ અને ઘડિયાળ મળી આવ્યા છે. હત્યાના બનાવને લઈને બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Election 2024: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 29 મામલતદારો સહિત 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GondalGondal Murdergondal newsGujaratGujarat FirstGujarat NewsMurderMurder in Gondal
Next Article