ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: ગુંદાસરામાં પરિણીતાને વાડીએ બોલાવી ઘેની પ્રવાહી પીવડાવી આચર્યું દુષ્કર્મ

Gondal: ગુજરાતમાં અત્યારે દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે, જોકે આરોપીઓને ઝડપી પાડવા ગુજરાત પોલીસ પણ કામગીરી કરી છે. આ દરમિયાન ગોંડલના ગુંદાસરા ગામમાં પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પીવડાવી ગામનાં જ રામ કાળુ નામના ખેડૂતે ફડાકા...
11:34 PM Feb 13, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal: ગુજરાતમાં અત્યારે દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે, જોકે આરોપીઓને ઝડપી પાડવા ગુજરાત પોલીસ પણ કામગીરી કરી છે. આ દરમિયાન ગોંડલના ગુંદાસરા ગામમાં પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પીવડાવી ગામનાં જ રામ કાળુ નામના ખેડૂતે ફડાકા...
Gondal

Gondal: ગુજરાતમાં અત્યારે દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે, જોકે આરોપીઓને ઝડપી પાડવા ગુજરાત પોલીસ પણ કામગીરી કરી છે. આ દરમિયાન ગોંડલના ગુંદાસરા ગામમાં પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પીવડાવી ગામનાં જ રામ કાળુ નામના ખેડૂતે ફડાકા ઝીંકી દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ આચર્યા બાદમાં આરોપી નાસી છૂટ્યો હતો. મોડે સુધી પત્ની ઘરે ન પહોંચતા પતિએ વાડીએ તપાસ કરતાં પત્ની બેભાન હાલતમાં પડી હતી. બાદમાં તેઓએ પત્નીને સારવારમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

રામ કાળુ નામનો શખ્સ તેઓના ઘર આવ્યો અને...

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાસરા ગામમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતા પોતાના ઘરે હતી, ત્યારે ગામનો જ રામ કાળુ નામનો શખ્સ તેઓના ઘર પાસે આવ્યો હતો અને તેણીને પોતાની વાડીએથી ચણા લેવા બોલાવી હતી. બાદમાં વાડીએ ગયેલી મહિલાને આરોપીએ પહેલાં સોડા પીવડાવી બાદમાં કાળુ ઘેની પ્રવાહી પિવડાવવાનો પ્રયાસ કર્યો હતો પણ મહિલાએ ઇન્કાર કરતાં તેણીને આરોપીએ ફડાકા ઝીંકી પ્રવાહી પિવડાવી બેભાન કરી નાંખી હતી. બાદમાં હવસના શિકારી આરોપીએ મહિલાનું શિયળ લૂંટયું હતું અને બાદમાં તેને ઓરડીમાંજ બેભાન હાલતમાં છોડી તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં તેના પતિને જાણ થતાં તેઓએ તેણીને સારવારમાં પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગોંડલ તાલુકા પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.વધુમાં ભોગ બનનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરી કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. ગઈકાલે તે કામ પર ગયાં બાદ નવ વાગ્યે તેની પત્નીએ આરોપીની વાડીએ ચણા લેવા જાય છે તેવું જણાવ્યું હતું. બાદમાં દસ વાગ્યે તેની પત્નીને ફોન કરતાં તેણી બેભાન હાલતમાં વાત કરતી હોય જેથી તેઓએ વાડીએ જઈ તપાસ કરતાં બેભાન હાલતમાં પડેલ હતી. તેણીએ બેભાન હાલતમાં તેની સાથે થયેલ દુષ્કર્મની વાત જણાવી હતી.અત્યારે ગોંડલ તાલુકા પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો: 13 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, ગોંડલ કોર્ટે નરાધમીને કર્યો જેલના હવાલે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Crime NewsGondalGondal cityGondal districtgondal newsGujarai NewsGujarati News
Next Article