Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંમતનગરમાં પોલીસ હવે ગુનેગારોના રવાડે ચડી

અહેવાલ - યશ ઉપાધ્યાય હિંમતનગરમાં પોલીસ હવે ગુનેગારોના રવાડે ચડી છે. પોલીસ પોતાની કામગીરી ગુનેગારોને સાથે રાખીને કરી રહી છે અને ગુનેગારો હવે બે-ખૌફ થતા શહેરમાં દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. હિંમતનગરના પોલીસ કર્મીઓ હવે ગુનેગારોને સાથે લઈને...
હિંમતનગરમાં પોલીસ હવે ગુનેગારોના રવાડે ચડી
Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

હિંમતનગરમાં પોલીસ હવે ગુનેગારોના રવાડે ચડી છે. પોલીસ પોતાની કામગીરી ગુનેગારોને સાથે રાખીને કરી રહી છે અને ગુનેગારો હવે બે-ખૌફ થતા શહેરમાં દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે.

Advertisement

હિંમતનગરના પોલીસ કર્મીઓ હવે ગુનેગારોને સાથે લઈને ફરી રહ્યા છે... બે દિવસ પહેલા હિંમતનગરના મેડિકલ કોલેજ આગળ એક પત્રકારની ગાડી રોકીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહાવીર સિંહ નામના કોન્સ્ટેબલે બુટલેગર પાસે ગાડી ચેક કરાવી....સામાન્ય રીતે પોલીસ કોન્સ્ટેબલને ગાડી ચેક કરવાની કોઈ સત્તા જ નથી હોતી આમ છતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો કોન્સ્ટેબલ મહાવીરસિંહ જેની સામે પાંચથી વધુ ગુના નોંધાયેલા છે એવા પપ્પુ બુટકટ નામના આરોપીને મોટરસાયકલ પર બેસાડી મેડિકલ કોલેજે આવ્યો...અને પોલીસ કર્મી સ્થળ ઉપર ઉભો રહ્યો અને બુટલેગર ગાડી તપાસ કરવા લાગ્યો.. નોંધનીય છે કે હિંમતનગર મેડિકલ કોલેજના સીસીટીવી કેમેરા આગળ જ આ ઘટના ઘટેલી.. ત્યારે આ મામલે તપાસ કરતા પપ્પુ બુટકટ નામનો આરોપી એ ડિવિઝન પોલીસનો ખાસ છે... અને એ ડિવિઝન પોલીસની બધી તપાસમાં પોલીસકર્મીની જેમ આગળ રહીને લોકોને દમ મારે છે... વિશેષમાં પપ્પુ બુટકટ નું instagram આઈડી માં તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે બતાવી છે...તો તેના મોબાઈલ નંબર પણ truecaller માં પોલીસના નામનો બતાવે છે... ત્યારે પોલીસની સાથે રહીને આવા લુખા તત્વો પોલીસના નામ ધારણ કરી લોકોને રંજાળી રહ્યા છે.. આમ છતાં આ બધું જાણવા છતાં હિંમતનગર એડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ બી.પી.ડોડીયા આ બધું ચલાવી લેતા હોવાનું પોલીસ બેડામાં જ ચર્ચાઈ રહ્યુ છે.

Advertisement

કોણ છે પપ્પુ બુટકટ???

પપ્પુ બુટકટ એ હિંમતનગરમાં પોલીસની સાથે જોવા મળતો ગુનેગાર છે... તેની સામે દારૂ સહિત મારામારીના ગુના નોંધાયેલા છે અને પોલીસ કોન્સ્ટેબલો અને પીએસઆઇ સાથે ફરી તે પોતાની જાતને પોલીસ જ માની રહ્યો છે અને લોકમુકેત થતી ચર્ચા મુજબ પોલીસના સેટીંગ કરાવવામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે.. થોડા દિવસ પહેલા પકડાયેલા જુગારીઓના કેસમાં પણ આઈસમે મોટો ખેલ પાડ્યો હોવાની ચર્ચાઓ હિંમતનગરમાં થઈ રહી છે.

હિંમતનગર એ ડિવિઝન પોલીસનું હપ્તા રાજ, એ ડિવિઝન પોલીસની નિશ્રામાં બુટલેગરોને ઘી-કેળા

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રાજમાં દારૂ જે બ્રાન્ડનું જોઈએ તે મળી રહે છે... આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે... જેમાં દેશી દારૂ વેચતા ઇસમે હિંમતનગર એ ડિવિઝન પોલીસ, એલસીબી પોલીસ અને કોન્સ્ટેબલોને રોજે રોજ હપ્તા ચૂકવતો હોવાનું સ્વીકાર્યુ છે... હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કેનાલ વિસ્તારમાં બીયર બારની જેમ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે... તો ત્યાં બેસતા યુવાનો પૈકી એક યુવાને સ્વીકાર્યું હતું કે થોડા સમય પહેલા તેણે ગઢોડા ગામમાં દેશી દારૂનો અડ્ડો શરૂ કર્યો છે , તેનું તે એ ડિવિઝન પોલીસને 17000 રૂપિયા મહિને ભરણ આપે છે... તો સાથે સાથે હિંમતનગર એલસીબી અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રોજેરોજ અડ્ડા ઉપર આવી ૪૦૦, ૧૦૦૦, ૧૫૦૦ રૂપિયા પોતાના હોદ્દા પ્રમાણે ઉઘરાવી જાય છે ....અને આટલું જ નહીં 17000 રૂપિયા એ ડિવિઝન પોલીસને કેનાલ ઉપર આવેલા અડ્ડા માંથી પણ ભરણ આપવામાં આવતુ હોવાનું તેણે સ્વીકાર્યુ હતુ...માત્ર આટલું જ નહીં દારૂ લાવતી વખતે મોતીપુરા સર્કલ ઉપર ઉભા રહેતા પોલીસ કર્મીઓને પણ મહિને હજાર રૂપિયાનું ભરણ અપાતું હોવાનું તેણે સ્વીકાર્યું હતું.

હિંમતનગર પોલીસ ભૂલી ગઈ છે કે ગુજરાતમાં દારૂબંધી છે

હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં વિદેશી દારૂ મળી રહ્યો છે... અશ્વમેઘ પાર્ટી પ્લોટ પાસે દેશી દારૂનું ખૂલે આમ વેચાણ થઈ રહ્યું છે.. કેનાલ વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે... શહેરના બુટલેગરો હવે હાઇટેક બન્યા છે અને તમે કહો તે સ્થળે તે બ્રાન્ડનો વિદેશી દારૂ પહોંચાડી જાય છે... આ બધું હિંમતનગર શહેરની સામાન્ય જનતાને દેખાય છે, પરંતુ હિંમતનગર એ ડિવિઝનના પીઆઇ અને પીએસઆઇ ને દેખાતું નથી... ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે પોતાના પોલીસ કર્મીઓને ગુજરાતમાં દારૂબંધી છે તેનું ભાન કરાવવું જોઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×