Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટમાં નરાધમે સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

રાજકોટમાંથી માનવતાને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. રાજકોટના શાપર વેરાવળમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ ઘટના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બની હતી. નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઇવે પર ફેંકી દીધી હતી. આ ઘટના...
રાજકોટમાં નરાધમે સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
Advertisement

રાજકોટમાંથી માનવતાને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. રાજકોટના શાપર વેરાવળમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ ઘટના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બની હતી. નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઇવે પર ફેંકી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પાયો છે. આ ઘટના બાદ પોલીસ પણ તરત એક્શનમાં આવી છે.

Advertisement

સમગ્ર ઘટના એમ છે કે, રાજકોટના શાપર વેરાવળમાં સાડા ત્રણ વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી, આ સમયે તેની માતા પણ પોતાના કામ અર્થે બહાર ગયેલી હતી. આ બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી આ નરાધમ બાળકીને મમરા લાવી આપવાના બહાને બાળકીને ઘરથી લઈ જઇ તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના શનિવારે બપોરે સવા ત્રણ વાગે ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે. આ નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઇવે પર ફેકી દીધી હતી. બાળકી જ્યારે મળી ત્યારે તેની હાલત ખૂબ જ દયનીય હતી. બાળકીના નાકનું હાડકું ભાગી ગયું હતું, અને તેના ગુપ્તાંગમાં પણ ઇજાઓ થઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

Advertisement

આ ઘટના બાદ પોલીસ પણ તરત એક્શનમાં આવી છે. પોલીસને નરાધમ બાળકીને લઈ જઇ રહ્યો હતો તેના cctv ફૂટેજ હાથ લાગી છે. હાલ પોલીસ દ્વારા cctv ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : જાણો શું છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘર્ષણનો ઘટનાક્રમ, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×