Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચનાં 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ Sabarkantha માંથી આવી હૈયું કંપાવતી ઘટના!

શ્રમિક પરિવારે મોડાસાનાં વ્યાજખોરો પાસે કેટલાક મહિના અગાઉ રૂ. 60 હજાર ઉછીના લીધા હતા...
ભરૂચનાં  નિર્ભયાકાંડ  નાં કલંક બાદ sabarkantha માંથી આવી હૈયું કંપાવતી ઘટના
Advertisement
  1. રાજ્યમાં સગીર દીકરીઓ અસલામત હોવાના બે કિસ્સા
  2. ભરૂચ અને સાબરકાંઠા જિલ્લાની બે ઘટનાથી લાગ્યું લાંછન!
  3. હિંમતનગરમાં 7 વર્ષની સગીરાને વ્યાજખોરો ઉઠાવી ગયા
  4. 3 લાખ રૂપિયામાં બાળકીને બારોબાર વેચી દીધી!

ભરૂચનાં ઝઘડીયામાં દિલ્હીનાં 'નિર્ભયકાંડ' જેવી ઘટના (Bharuch Nirbhaya' case) બાદ સમગ્ર ગુજરાત પર લાંછન લાગ્યું છે, ત્યારે હવે ગુજરાતને શર્મસાર કરતી વધુ એક ઘટના સાબરકાંઠામાંથી (Sabarkantha) સામે આવી છે. હિંમતનગર નજીક સાબરડેરી પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 7 વર્ષની માસૂમ બાળકીને વ્યાજખોરો ઉઠાવી ગયા હતા અને 3 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી બાળકીને સહી સલામત લાવવા માટે તજવીજ આદરી છે.

શ્રમિક પરિવારે જરૂર હોવાથી રૂ. 60 હજાર ઉછીના લીધા હતા

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર (Himmatnagar) તાલુકા પાસે આવેલી સાબરડેરી નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતો શ્રમિક પારિવાર મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. આ શ્રમિક પરિવારે મોડાસાનાં વ્યાજખોરો પાસે કેટલાક મહિના અગાઉ રૂ. 60 હજાર ઉછીના લીધા હતા. ઉછીના રૂપિયાનાં બદલામાં સમયસર વ્યાજ ચૂકવતા હતા. છતાં, વ્યાજખોરો વારંવાર ઘરે આવી શ્રમિક પરિવારને ધમકાવતા અને મારઝૂડ કરતા હતા. વાત ત્યાં સુધી સીમિત ના રહી. રૂ. 60 હજારનું અનેકગણું વ્યાજ ગણી 3 થી 4 લાખ રૂપિયાનો હિસાબ બતાવી વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા. શ્રમિક પરિવાર માટે આટલા રૂપિયા ચૂકવવા ખૂબજ મુશ્કેલ હતા.

Advertisement

આ પણ વાંચો - Surat ક્રાઈમ બ્રાન્ચે રૂ.5 કરોડથી વધુની ઘરફોડ ચોરી કરનાર ગેંગનો કર્યો પર્દાફાશ

Advertisement

ઘરે આવી વ્યાજખોરો શ્રમિક પરિવારની દીકરીને ઉઠાવી ગયા અને કર્યો સોદો

વ્યાજખોરોને શ્રમિક પરિવાર પર સહેજ પણ દયા ન આવી અને રૂ. 60 હજારની ઉઘરાણી સામે પરિવારની 7 વર્ષની માસૂમ દીકરીને જ ઊઠાવી ગયા હતા. ત્યારબાદ, આ વ્યાજખોરોએ માનવતાની તમામ હદ વટાવી હતી અને રૂ. 3 લાખમાં બાળકીનો સોદો કરી દીધો હતો. આ બધુ થયા બાદ પોલીસ વાત સાંભળશે કે કેમ એવું વિચારી શ્રમિક પરિવાર જેમ-તેમ કરી કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટમાંથી આદેશ આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી અને આ મામલે ફરિયાદ નોંધી હતી. કાર્યવાહી કરી પોલીસે એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પરંતુ, સૌથી મોટી વાત એ છે કે, બાળકીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે બાળકીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો - પરિમલ નથવાણી જામનગર SP અને મનપા પર આફરિન, Jayesh Patel ના ભાઇના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

રાજ્યમાં દીકરીઓની સુરક્ષા સામે અનેક સવાલ

જો કે, આ બધામાં સૌથી નોંધનીય બાબત એ છે કે, વ્યાજખોરોની આટલી હિમ્મત વધી કેમ ? વ્યાજખોરો પર લગામ કસવાનાં બણગા ફૂંકતી પોલીસ આટલું બધુ બની ગયું ત્યારે ક્યાં હતી ? એ મોટો સવાલ છે. સાથે જ એવા પણ સવાલ ઊભા થયા છે કે...

> ગુજરાતમાં ગુનાહિત માનસિકતાવાળા કેમ બેખોફ બની ગયા છે ?
> દીકરી તરફ ખરાબ નજરથી જોવાની હિંમત ક્યાંથી આવે છે ?
> ગુજરાતને આ હદે અસુરક્ષિત રાજ્યનું કલંક આખરે કોના પાપે ?
> શું ગુજરાતમાં દીકરીને બહાર નીકળવામાં પણ હવે વિચારવું પડશે ?
> વ્યાજખોરો સામે બણગા ફૂંકતી પોલીસની કામગીરી કયાં ગઇ ?
> વ્યાજનાં દૂશ્મનોને ડામવામાં પોલીસ હજું પણ કેમ નિષ્ફળ ?
> હવે સવાલ એ છે કે આરોપીઓ પકડાઇ ગયા છે તો દીકરી કયાં છે ?
> હવે પોલીસની જવાબદારી બને છે કે દીકરી હેમખેમ પરત લાવે!

આ પણ વાંચો - Gujarat: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર

Tags :
Advertisement

.

×