વડાલીમાં કોન્ટ્રાક્ટરે ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સાથે માથાકૂટ કરતાં પોલીસમાં ફરિયાદ
અહેવાલ--યશ ઉપાધ્યાય, સાબરકાંઠા સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી (vadali) ખાતે તમન્ના સોસાયટીમાં એક શખ્સ પોતાનું મકાન વડાલી નગરપાલીકાની પરવાનગી વગર બનાવતો હોવાથી વડાલી નગરપાલીકાના ચીફ ઓફિસર કર્મચારીઓ સાથે સ્થળ ઉપર જઇ વગર પરવાનગીએ મકાન ન બનાવવા જણાવતા મામલો બિચક્યો હતો. દરમિયાન...
02:05 PM Aug 18, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી (vadali) ખાતે તમન્ના સોસાયટીમાં એક શખ્સ પોતાનું મકાન વડાલી નગરપાલીકાની પરવાનગી વગર બનાવતો હોવાથી વડાલી નગરપાલીકાના ચીફ ઓફિસર કર્મચારીઓ સાથે સ્થળ ઉપર જઇ વગર પરવાનગીએ મકાન ન બનાવવા જણાવતા મામલો બિચક્યો હતો. દરમિયાન મકાન બનાવતા કોન્ટ્રાકટરે એકદમ ગુસ્સે થઇ ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી પૈસા બાબતે ખોટા આક્ષેપો કરી કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરતાં ચીફ ઓફિસરે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચીફ ઓફિસરે મનાઇ હુકમ આપ્યો હતો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ઇડર મુકામે હીરાગંગા સોસાયટીમાં રહેતા અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના તાતોસણના વતની અને વડાલી નગરપાલિકામાં છેલ્લા એક વર્ષથી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા જૈમનકુમાર કનુભાઇ ચૌધરીએ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ વડાલી નગરપાલીકામાં છેલ્લા એક વર્ષથી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન વડાલી ખાતે તમન્ના સોસાયટીમાં મેમણ બીલાલ અબુબકરભાઇ નગરપાલીકાની પરવાનગી વગર મકાન બનાવતા હોવાની માહિતી મળતાં ચીફ ઓફિસરે તા.૦૭ ૦૮/૨૦૨૩ ના રોજ મકાન પરવાનગી વગર બનાવતા હોય જેથી મનાઇ હુકમ આપેલ હતો
નગરપાલીકાના કર્મચારીએ ફોન કરતાં ચીફ ઓફિસર સ્થળ ઉપર પહોંચ્યા
મનાઇ હુકમ આપવા છતાં પણ મેમણ બીલાલ અબુબક્કરભાઇ એ પોતાનુ મકાન બનાવવાનું ચાલુ રાખેલ અને નોટીસ આપ્યા બાદ પણ મૌખિકમાં બે વાર તેઓને મકાન બનાવવાની પરવાનગી મેળવવા જણાવેલ હતુ તેમ છતાં બીલાલ અબુબકરભાઇએ મકાન બનાવવા કામગીરી કરતા ચીફ ઓફિસરે મકાન બાંધકામ કરવા પરવાનગી ન હોવાથી બાંધકામનો સામાન ભરવા માટે નગરપાલીકાના કર્મચારીઓને બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે ચિરાગભાઇ શંકરભાઇ પ્રજાપતિ તથા મેમણ મકબુલહુસેન યાકુબભાઇ તથા સગર રમેશભાઇ ધુળાભાઇ તથા મહેશભાઇ ડાહયાભાઇ સોલંકી તથા પરમાર નટવરભાઇ પુનાભાઇ તથા સોલંકી પંકજભાઇ રાજુભાઇ તથા જયનીલ કાન્તિભાઇ પટેલ ને ત્યાં મોકલ્યા હતા. દરમિયાન મકાનમાં બાંધકામ પરવાનગી બાબતે વિવાદ સર્જાયો હતો તે વખતે નગરપાલીકાના કર્મચારીએ ફોન કરતાં બપોરના આશરે ત્રણેક વાગ્યે ચીફ ઓફિસર સ્થળ ઉપર ગયા હતા
ચીફ ઓફિસર અને કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી પૈસા માગ્યાના ખોટા આક્ષેપો કર્યા
દરમિયાન તે વખતે મકાનનું કામ રાખેલ કોન્ટ્રાકટર રમેશભાઇ વાલજીભાઇ સગર (ભુની) હાજર હતા જેથી ચીફ ઓફિસરે તેઓને વગર પરવાનગીએ મકાન ન બનાવવા જણાવતા તેઓ એકદમ ગુસ્સે થઇ ચીફ ઓફિસર સાથે તેમજ સાથેના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી પૈસા માગ્યાના ખોટા આક્ષેપો કરતા ચીફ ઓફિસરે વડાલી પોલીસ સ્ટેશને જાણ કરતાં ત્યાં સ્થળ ઉપર પોલીસ આવતાં પોલીસની હાજરીમા ખોટા આક્ષેપો કર્યા હતા
મકાન બનાવવાનો સર-સામાન જપ્ત
ત્યારબાદ ચીફ ઓફિસરે મકાન બનાવવા માટેનો સર-સામાન પંચનામુ કરી કબજે લીધો હતો.અને કોન્ટ્રાકટર રમેશભાઇ વાલજીભાઇ સગર (ભુની) એ કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરતાં ચીફ ઓફિસરે કોન્ટ્રાકટર વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article