Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાંકાનેરમાં શિષ્યવૃત્તિમાં શિક્ષકની વૃત્તિ બગડી, જાણો શું કર્યું

અહેવાલ---ભાસ્કર જોશી, મોરબી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં જ ચકચાર મચી જવા પામી છે. અંદાજે ૮૦,૧૫,૪૫૩ રૂપિયાની શિષ્યવૃત્તિ, પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના રૂપિયા શિક્ષક જ પચાવી ગયાનું સામે આવ્યું છે....
વાંકાનેરમાં શિષ્યવૃત્તિમાં શિક્ષકની વૃત્તિ બગડી  જાણો શું કર્યું
Advertisement

અહેવાલ---ભાસ્કર જોશી, મોરબી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં જ ચકચાર મચી જવા પામી છે. અંદાજે ૮૦,૧૫,૪૫૩ રૂપિયાની શિષ્યવૃત્તિ, પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના રૂપિયા શિક્ષક જ પચાવી ગયાનું સામે આવ્યું છે. જે સમગ્ર મામલો ગાંધીનગર કમિશ્નર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચતા કમિશ્નર દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો હસ્તકથી માહીતી પ્રાપ્ત થઈ છે. જ્યારે જવાબદાર અધિકારીઓએ હજુ સ્થાનિક કક્ષાએ તપાસ ચાલુ હોવાના નિવેદનો આપ્યા છે.

Advertisement

શિક્ષણ શાખામાં બેફામ ભ્રષ્ટાચાર
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2017થી 2021 દરમિયાન શિક્ષણ શાખામાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતા અંતે પાપનો ઘડો ફૂટ્યો હતો.અને ઓડિટમાં સમગ્ર કાળી કરતૂતો ખુલ્લું પડી હતી. ત્યારે એક શિક્ષક, એક સીઆરસી, શિક્ષકના પત્ની અને ત્રણ ડમી વ્યક્તિ સામે સમગ્ર મામલે આરોપો લગાવવામાં આવ્યા છે. અને તમામ શકમંદો વિરુધ્ધ ગાંધીનગરથી તપાસના આદેશ પણ આપવામા આવ્યાં છે. આદેશને પગલે તપાસ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તત્કાલીન બીઆરસી અને હાલ સીઆરસી તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઇ શેરસીયા, શિક્ષક - અરવિંદ પરમારના પત્ની બેલાબેન પરમાર, શિક્ષક - પરમાર અરવિંદભાઈ, ડમી નામે બેંકમાં પૈસા જમા થયેલ તેવા વ્યક્તિ તરીકે બાદી અલ્ફાઝ, બાદી તૌફીક હુસેન અને શેરસીયા મહંમદ હુસેનના નામો ખુલવા પામ્યા છે.

Advertisement

ઓડિટ સમયે સમગ્ર મામલો સામે આવ્યો
તેમજ ઓડિટ સમયે સમગ્ર મામલો સામે આવતા તપાસ સમિતિ દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગમાં સમગ્ર રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જે કૌભાંડ મામલે મોરબીના જીલ્લા વિકાસ અધિકારી ડી. ડી.જાડેજાનો મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો---PM MODIની હાજરીમાં 12 મેના રોજ ગાંધીનગર ખાતે ઉજવાશે અમૃત આવાસોત્સવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×