Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટના વિંછીયામાં માનવ બલિની ઘટના, પતિ-પત્નીએ આપી બલિ

રાજકોટમાં વિંછીયામાં માનવબલિની ઘટના સામે આવી છે. તાંત્રિક વિધીમાં સપડાઈને પતિ પત્નિએ બલિ આપી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાત્રીના સમયે કરતા તાંત્રિક વિધી કરીને બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. રાજકોટના વિંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને...
રાજકોટના વિંછીયામાં માનવ બલિની ઘટના  પતિ પત્નીએ આપી બલિ
Advertisement

રાજકોટમાં વિંછીયામાં માનવબલિની ઘટના સામે આવી છે. તાંત્રિક વિધીમાં સપડાઈને પતિ પત્નિએ બલિ આપી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાત્રીના સમયે કરતા તાંત્રિક વિધી કરીને બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા.

રાજકોટના વિંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા છે. પતિ-પત્નિની બે સુસાઈડ નોટ પણ મળી આવી હતી તેમજ રૂ. 50નો સ્ટેમ્પ પેપર પણ હતો. સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહીયો છે.

Advertisement

Advertisement

બે સંતાનોની પણ ચિંતા કર્યાં વિના હેમુભાઈ ભોજાભા મકવાણા અને તેના પત્નિ હંસાબેન હેમુભાઈ મકવાણાએ કમળ પૂજા કરીને જીવન ટૂંકાવ્યું. દંપત્તિએ આ વિધી કરતા પહેલા પુત્ર અને પુત્રી ને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા હતા.

આ બન્ને પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિની પૂજા કરતા હોવાનું મૃતકના પિતાએ કબુલ્યું હતું. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતેજ લોખંડનો માચડો બનાવ્યો હતો. ઘટના સ્થળે પોલીસ ટિમ અને મામલતદાર સહિતની ટિમ પહોંચી. બન્ને મૃતકદેહ ને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આગળની તપાસ વીંછીયા પોલીસ ચલાવી રહી છે અને બન્નેના મૃતદેહો ફોરેન્સિક PM માટે રાજકોટ સિવિલમાં લાવ્યા.

આ પણ વાંચો : ભાવનગર ડમી કાંડની તપાસનો ધમધમાટ, 32 લોકોની શોધવા SIT ની રચના

Tags :
Advertisement

.

×