India-Pakistan War : બનાસકાંઠાના નાગરિકોને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો સતર્ક રહેવાનો સંદેશ
- વિધાનસભાના અધ્યક્ષ Shankar Chaudhary એ બનાસકાંઠાવાસીઓને કરી અપીલ
- અજાણી વ્યક્તિ કે અજાણી કોઈ ચીજ દેખાય તો તંત્રને જાણ કરવાની અપીલ
- Banaskantha જિલ્લો બોર્ડરને અડીને આવેલો છે પરંતુ ચિંતાનો વિષય નથી લોકો બહુ જાગૃત છે- શંકર ચૌધરી
India-Pakistan War : ગુજરાત એક સરહદીય રાજ્ય છે. ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાની સરહદો પાકિસ્તાનને સ્પર્શે છે. વળી, અત્યારે India-Pakistan War ની સ્થિતિ ચરમસીમા પર છે. તેથી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ Banaskantha જિલ્લાવાસીઓને સતર્ક રહેવાનો સંદેશ આપ્યો છે. શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જણાવ્યું કે, બ્લેકઆઉટ ( Blackout) જેવી આપાતકાલીન સ્થિતિની સૂચના મળે તો તાત્કાલિક તેનું પાલન કરો.
Shankar Chaudhary ની અપીલ
ગુજરાતના બનાસકાંઠાના નાગરિકોને વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary એ અપીલ કરી છે. India-Pakistan War દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ Banaskantha ના નાગરિકોને અપીલ કરી છે. તેમણે અપીલ કરતા જણાવ્યું કે, બ્લેકઆઉટ જેવી આપાતકાલીન સ્થિતિની સૂચના મળે તો તાત્કાલિક તેનું પાલન કરો. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાના નાગરિકોને સર્તક રહેવાનો પણ સંદેશ આપ્યો છે. Banaskantha સરહદીય જિલ્લો છે. તેથી શંકર ચૌધરીએ બનાસકાંઠાના જિલ્લાવાસીઓને સરકારની સૂચનાનું પાલન કરવા અને અજાણી વ્યક્તિ કે અજાણી ચીજ દેખાય તો તંત્રને જાણ કરવા પણ અપીલ કરી છે.
બનાસકાંઠાવાસીઓને જાગૃત ગણાવ્યા
અત્યારે India-Pakistan War ની સ્થિતિ ચરમસીમા પર છે. ગુજરાતના Banaskantha અને કચ્છ જેવા જિલ્લાની સરહદો પાકિસ્તાનને સ્પર્શે છે. તેથી આ જિલ્લાઓના નાગરિકોએ વધુ સાવચેતીપૂર્વક વર્તવાની જરૂર છે. આ જિલ્લા પૈકી બનાસકાંઠાના જિલ્લાના નાગરિકોને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કેટલીક સૂચના અને અપીલ કરી છે. જો કે શંકર ચૌધરીએ સૂચના અને અપીલ ઉપરાંત બનાસકાંઠાવાસીઓને જાગૃત ગણાવ્યા છે. બનાસકાંઠા જિલ્લો સરહદને અડીને આવેલો છે પરંતુ બનાસકાંઠાવાસીઓ બહુ જાગૃત હોવાનું Shankar Chaudhary એ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ Delhi on High Alert : દેશની રાજધાની દિલ્હીમાં 'એર રેઇડ સાયરન' ગૂંજશે