India-Pakistan War : PM Modi એ CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી નાગરિકોની સુરક્ષા સલામતીની મેળવી માહિતી
- વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલનો કર્યો સંપર્ક
- India-Pakistan War સંદર્ભે મેળવી માહિતી
- વડાપ્રધાને ગુજરાતના નાગરિકોની સુરક્ષા સલામતીની માહિતી મેળવી
India-Pakistan War : ગુજરાત એક સરહદીય રાજ્ય છે. પાકિસ્તાનમાંથી થતા હુમલાની ગુજરાતના સરહદીય જિલ્લાઓ પર સીધી અસર થઈ શકે છે. જેમાં કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને જામનગર વગેરે જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) એ માત્ર આ જિલ્લાઓની જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની પરવાહ કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સાથે વાતચીત કરીને વર્તમાન સ્થિતિ વિશેની માહિતી મેળવી છે.
વડાપ્રધાને મેળવી સુરક્ષા સલામતીની વિગતો
અત્યારે India-Pakistan War ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વોર સીચ્યુએશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે પોતાના હોમ સ્ટેટ ગુજરાત વિશે પણ ચિંતા કરી છે. ગુજરાત એક સરહદીય રાજ્ય છે તેથી વડાપ્રધાને ગુજરાતના નાગરિકોના જાન-માલની સુરક્ષા સંદર્ભે માહિતી મેળવવા માટે Chief Minister Bhupendra Patel સાથે વાતચીત કરી છે. Prime Minister Modi એ ગુજરાતના સરહદીય જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર વગેરે ઉપરાંત સમગ્ર ગુજરાતના નાગરિકોની ચિંતા કરી છે. વડાપ્રધાને ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને સલામતીની સઘન માહિતી મેળવી છે. સરહદ પર ગુજરાત રાજ્ય કેટલું સજ્જ છે તેની પણ માહિતી મેળવી હતી.
PM મોદીએ કરી CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાત
સરહદ પરની પ્રવર્તમાન સ્થિતિ અંગે સજ્જતા જાણી
આગોતરા આયોજનની PM મોદીએ મેળવી વિગતો
કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જિલ્લા અંગે ચર્ચા
નાગરિકોની સુરક્ષા સલામતીના પગલાં પણ જાણ્યાં@PMOIndia @narendramodi @CMOGuj @Bhupendrapbjp… pic.twitter.com/LbKGRkFBGF— Gujarat First (@GujaratFirst) May 9, 2025
આ પણ વાંચોઃ 'મોટું નુકસાન થઈ ગયું, વધુ લોન આપો', ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન માંગી રહ્યું છે ભીખ
મુખ્યમંત્રીએ માહિતગાર કર્યા
India-Pakistan War દરમિયાન Prime Minister Modi એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંપર્ક કરીને ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને સલામતી અંગે માહિતી મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને ગુજરાતના નાગરિકો અને સરહદીય જિલ્લાઓ કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને જામનગર વિશેની જમીની હકિકતથી વાકેફ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના Chief Minister Bhupendra Patel પાસેથી આગોતરા આયોજનની પણ જાણકારી મેળવી છે.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025
આ પણ વાંચોઃ Pakistan સાથે ભારે તણાવ વચ્ચે PM મોદીએ સરકારી વિભાગોને આપ્યો મોટો સંદેશ