ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : PM Modi એ CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી નાગરિકોની સુરક્ષા સલામતીની મેળવી માહિતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ India-Pakistan War સંદર્ભે ગુજરાતના Chief Minister Bhupendra Patel નો સંપર્ક કર્યો છે. વડાપ્રધાને ગુજરાતના નાગરિકોની સુરક્ષા સલામતીની માહિતી મેળવી છે. વાંચો વિગતવાર.
01:51 PM May 09, 2025 IST | Hardik Prajapati
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ India-Pakistan War સંદર્ભે ગુજરાતના Chief Minister Bhupendra Patel નો સંપર્ક કર્યો છે. વડાપ્રધાને ગુજરાતના નાગરિકોની સુરક્ષા સલામતીની માહિતી મેળવી છે. વાંચો વિગતવાર.
India-Pakistan War Gujarat First

India-Pakistan War : ગુજરાત એક સરહદીય રાજ્ય છે. પાકિસ્તાનમાંથી થતા હુમલાની ગુજરાતના સરહદીય જિલ્લાઓ પર સીધી અસર થઈ શકે છે. જેમાં કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને જામનગર વગેરે જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) એ માત્ર આ જિલ્લાઓની જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની પરવાહ કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સાથે વાતચીત કરીને વર્તમાન સ્થિતિ વિશેની માહિતી મેળવી છે.

વડાપ્રધાને મેળવી સુરક્ષા સલામતીની વિગતો

અત્યારે India-Pakistan War ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વોર સીચ્યુએશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે પોતાના હોમ સ્ટેટ ગુજરાત વિશે પણ ચિંતા કરી છે. ગુજરાત એક સરહદીય રાજ્ય છે તેથી વડાપ્રધાને ગુજરાતના નાગરિકોના જાન-માલની સુરક્ષા સંદર્ભે માહિતી મેળવવા માટે Chief Minister Bhupendra Patel સાથે વાતચીત કરી છે. Prime Minister Modi એ ગુજરાતના સરહદીય જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર વગેરે ઉપરાંત સમગ્ર ગુજરાતના નાગરિકોની ચિંતા કરી છે. વડાપ્રધાને ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને સલામતીની સઘન માહિતી મેળવી છે. સરહદ પર ગુજરાત રાજ્ય કેટલું સજ્જ છે તેની પણ માહિતી મેળવી હતી.

આ પણ વાંચોઃ  'મોટું નુકસાન થઈ ગયું, વધુ લોન આપો', ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન માંગી રહ્યું છે ભીખ

મુખ્યમંત્રીએ માહિતગાર કર્યા

India-Pakistan War દરમિયાન Prime Minister Modi એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંપર્ક કરીને ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને સલામતી અંગે માહિતી મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને ગુજરાતના નાગરિકો અને સરહદીય જિલ્લાઓ કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને જામનગર વિશેની જમીની હકિકતથી વાકેફ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના Chief Minister Bhupendra Patel પાસેથી આગોતરા આયોજનની પણ જાણકારી મેળવી છે.

આ પણ વાંચોઃ  Pakistan સાથે ભારે તણાવ વચ્ચે PM મોદીએ સરકારી વિભાગોને આપ્યો મોટો સંદેશ

Tags :
Banaskantha districtBorder SecurityChief Minister Bhupendra PatelCitizen SafetyGujarat Border DistrictsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Safety MeasuresGujarat SecurityGujarat Security PlansIndia Pakistan conflictIndia Pakistan TensionsIndia Pakistan WarJamnagar DistrictKutch districtModi's Concerns for GujaratPatan DistrictPrime Minister Modi
Next Article