Indian Army Agniveer Recruitment 2027: ભારતીય સૈન્યમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ (Army Recruiting Office Ahmedabad) દ્વારા અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી 19 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2027 દરમિયાન ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (Shri Govind Guru University) ખાતે યોજાશે. ગુજરાતના 21 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
કયા હોદ્દા માટે યોજાશે ભરતી?
આ અગ્નિવીર ભરતી રેલી (Agniveer Recruitment Rally) અંતર્ગત અગ્નિવીર સામાન્ય ફરજો (Agniveer General Duty), અગ્નિવીર ટ્રેડ્સમેન 10મું પાસ (Agniveer Tradesman 10th Pass), અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું પાસ (Agniveer Tradesman 8th Pass) અને અગ્નિવીર ટેકનિકલ (Agniveer Technical) હોદ્દાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
ગુજરાતના 21 જિલ્લાના ઉમેદવારોને તક
સૈન્ય ભરતી કચેરી અમદાવાદ દ્વારા આયોજિત આ રેલીમાં અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, વડોદરા, વલસાડ અને વાવ-થરાદ જિલ્લાના ઉમેદવારો સામેલ થઈ શકશે. આ ઉપરાંત દમણ તથા દાદરા અને નગરહવેલીના ઉમેદવારો માટે પણ આ ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
![]()
ઉમેદવારોને ઈમેલ દ્વારા મોકલાયા પ્રવેશપત્ર
ભરતી રેલી માટે શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોને 15 સપ્ટેમ્બર 2026ના રોજ તેમના નોંધાયેલા ઈમેલ આઈડી પર પ્રવેશપત્ર (Admit Card) મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ ભરતી સ્થળે પહોંચતા પહેલાં પોતાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી તેમાં આપેલી વિગતો તપાસી લેવી જરૂરી છે.
![]()
આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
ઉમેદવારોએ ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જવાનું રહેશે. ત્યારબાદ પોતાના યુઝરનેમ અને પાસવર્ડની મદદથી લૉગિન કરીને ભરતી રેલીનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે. ભરતી અંગે કોઈપણ પ્રશ્ન કે વધુ માહિતી માટે ઉમેદવારો સૈન્ય ભરતી કચેરી, અમદાવાદનો 079-22861338 નંબર પર સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો : PM Modi ના સુશાસન અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી