ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય તટરક્ષક દળે ગુજરાતમાં 15મી ક્ષમતા નિર્માણ વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું આયોજન કર્યું

ભારતીય તટરક્ષક દળ (આઈસીજી) 11થી 15 ડિસેમ્બર, 2023 સુધી ગુજરાતનાં ગાંધીનગરમાં ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટ સામે લડવા (ReCAAP) પર પ્રાદેશિક સહયોગ સમજૂતી સાથે ક્ષમતા નિર્માણ વરિષ્ઠ અધિકારીઓની બેઠક (સીબીએસઓએમ-2023)ની 15મી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ એશિયામાં જહાજો સામે દરિયાઇ ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટની અપડેટ થયેલી સ્થિતિને...
12:15 AM Dec 13, 2023 IST | Harsh Bhatt
ભારતીય તટરક્ષક દળ (આઈસીજી) 11થી 15 ડિસેમ્બર, 2023 સુધી ગુજરાતનાં ગાંધીનગરમાં ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટ સામે લડવા (ReCAAP) પર પ્રાદેશિક સહયોગ સમજૂતી સાથે ક્ષમતા નિર્માણ વરિષ્ઠ અધિકારીઓની બેઠક (સીબીએસઓએમ-2023)ની 15મી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ એશિયામાં જહાજો સામે દરિયાઇ ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટની અપડેટ થયેલી સ્થિતિને...

ભારતીય તટરક્ષક દળ (આઈસીજી) 11થી 15 ડિસેમ્બર, 2023 સુધી ગુજરાતનાં ગાંધીનગરમાં ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટ સામે લડવા (ReCAAP) પર પ્રાદેશિક સહયોગ સમજૂતી સાથે ક્ષમતા નિર્માણ વરિષ્ઠ અધિકારીઓની બેઠક (સીબીએસઓએમ-2023)ની 15મી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ એશિયામાં જહાજો સામે દરિયાઇ ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટની અપડેટ થયેલી સ્થિતિને સમજવાનો, એકબીજાના અનુભવોનું આદાનપ્રદાન કરવાનો અને તમામ કરાર કરનાર પક્ષોના સહયોગી અભિગમ સાથે આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ વિકસાવવાનો છે.

ReCAAP માં નિયુક્ત ભારતીય ગવર્નર હોવાને કારણે, ડિરેક્ટર જનરલ રાકેશ પાલે ચાર દિવસીય બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વિષયના નિષ્ણાતો અને વક્તાઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં 15 દેશોના કુલ 19 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળ, મુખ્ય બંદરો, સ્ટેટ મેરિટાઇમ બોર્ડ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ જેવા રાષ્ટ્રીય હોદ્દેદારોના વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય દરિયાઇ સંગઠનો પણ આ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે.

ReCAAP ચાંચિયાગીરીને ડામવા સહકાર વધારવા માટે સૌપ્રથમ અને એકમાત્ર પ્રાદેશિક સરકાર-થી-સરકાર સમજૂતી છે. ભારત ReCAAP સમજૂતીને બહાલી આપનારો 10મો દેશ બન્યો હતો, જે 04 સપ્ટેમ્બર, 2006ના રોજ અમલમાં આવી શક્યો હતો. હવે, 21 દેશો ReCAAP કરારમાં કરાર કરનાર પક્ષકાર છે. ભારત સરકારે ચાંચિયાગીરી અંગેની માહિતી સભ્ય દેશોને અને સિંગાપોરમાં ReCAAP માહિતી વહેંચણી કેન્દ્રને વહેંચવાની જવાબદારી આઇસીજીને સોંપી છે. આઇસીજીએ 2011, 2017 અને 2019માં ReCAAP આઇએસસી સાથે ભારતમાં ક્ષમતા નિર્માણ કાર્યશાળાઓનું સફળતાપૂર્વક સહ-આયોજન કર્યું હતું.

Tags :
Capacity BuildingDirector GeneraleCAAPIndian Coast GuardSenior Officers
Next Article