USA થી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સની વતન વાપસી, 40 ગુજરાતીઓનો સમાવેશ; 9 તો માત્ર ગાંધીનગર જિલ્લાના
- અમેરિકાથી ભારત પરત ભર્યા 205 ભારતીય ઇમિગ્રન્ટ્સ
- ભારતીયોમાં 40 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે
- 40 માં સૌથી વધુ મહેસાણા જિલ્લાના
- 9 લોકો ગાંધીનગર જિલ્લાના
Indian immigrants deported from America : જે કહ્યું તેના પર અડગ રહીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક પગલા લેવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તેમના વતનમાં ડિપોર્ટ કરવા આદેશ કર્યો હતો, જે અંતર્ગત હવે ભારત પરત ફરનારા લોકોની પ્રથમ યાદી જાહેર થઈ ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 205 ભારતીયોમાં 40 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ખાસ કરીને માણસા અને કલોલ આસપાસના ગામોના 9 લોકોના નામ સામેલ છે. આ તમામ ભારતીયો આજે અંબાલા એરપોર્ટ પર ઉતરશે.
સાન એન્ટોનિયોથી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સ ભારત પરત ફરશે
મળતી માહિતી મુજબ, સાન એન્ટોનિયોથી C-17 લશ્કરી વિમાન દ્વારા 205 ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિમાન બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે અમૃતસરમાં પહોંચશે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકાથી આવતા તમામ ઇમિગ્રન્ટ્સના દસ્તાવેજોની કડક ચકાસણી થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 22 ઑક્ટોબરના રોજ પણ એક દેશનિકાલ વિમાન પંજાબમાં ઉતર્યું હતું. અમેરિકાથી પરત આવતા લોકોની પ્રથમ યાદીમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે, જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના 9 લોકોના નામ સામે આવ્યા છે. ખાસ કરીને માણસા અને કલોલ આસપાસના ગામોના નાગરિકો સ્વદેશ પરત ફરશે. મળતી માહિતી અનુસાર, અમેરિકાથી ભારતીયોને લઇને આવતી ફ્લાઈટ પહેલા સવારે 8 વાગ્યે આવવાની હતી, પરંતુ હવે તે બપોરે 1 વાગ્યે આવશે અને સાંજે 4.30 વાગ્યે રવાના થશે.
205 Indian immigrants return home from USA, 40 include Gujaratis; 9 from Gandhinagar district only#Deportation #IndianMigrants #USA #IllegalMigration #DonaldTrump https://t.co/Q4gHYyJlm2
— Hardik Shah (@Hardik04Shah) February 5, 2025
આજે આ લોકો આવશે ભારત
- કેતન દરજી, ખોરજ, ગાંધીનગર
- પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર
- બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા
- ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા
- માયરા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
- રીશિતા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
- કરણસિંહ ગોહીલ, બોરૂ, માણસા
- મિત્તલબેન ગોહીલ, બોરૂ, માણસા
- હેયાન ગોહિલ, બોરૂ, માણસા
પોલીસ દસ્તાવેજોની તપાસ કરશે
USA થી ભારત પરત મોકલવામાં આવેલા ભારતીયોની પોલીસ તપાસ કરશે. પોલીસ એ પણ ખાસ તપાસ કરશે કે બુધવારે અમેરિકાથી આવતી ફ્લાઇટમાં પાછા લાવવામાં આવેલા લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. પંજાબના કેટલાક ગેંગસ્ટરો પણ હાલમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, પરંતુ તેમાંથી કોઈને દેશનિકાલ ફ્લાઇટ્સ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે કે કેમ તે અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર, સોવરિન ભોલા, હેપ્પી પાસિયા, ગુરજંત ભોલુ, પ્રદીપ ગાર્ડીવાલ, હરપ્રીત હાપુ, સન્ની દયાલ, રશપાલ સિંહ, ગોપી મહેલ, અમૃત બાલ, દરમનજોત સિંહ અને સોનુ ખત્રીને અમેરિકાથી પાછા મોકલવામાં આવશે કે નહીં તેના પર બધાની નજર છે.
આ પણ વાંચો : Indian Immigrants: અમેરિકાથી ગેરકાયદે ભારતીયોનું ડિપોર્ટેશન શરૂ,પ્લેન ઇન્ડિયા માટે રવાના