પોરબંદરના સમુદ્રમા ઇન્ડિયન નેવીનું ડ્રોન ક્રેશ થયું
- પોરબંદર દરિયામાં ઇન્ડિયન નેવીનું ડ્રોન ક્રેશ
- દ્રષ્ટિ 10 સ્ટારલાઈન ડ્રોન ગત મોડી સાંજે થયું ક્રેશ: સૂત્ર
- ડ્રોન ક્રેશ થવાની ઘટનાથી સુરક્ષા એજન્સીઓ થઈ દોડતી
Indian Navy drone crashes : આજે પોરબંદરના સમુદ્રમા મોટી ઘટના બનવા પામી છે. અહીં ઇન્ડિયન નેવીનું એક ડ્રોન સમુદ્રી સુરક્ષા દરમિયાન ક્રેશ થઈ ગયુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, Drishti 10 Starliner ડ્રોન ગત મોડી સાંજે દરિયામાં ક્રેશ થઈ ગયુ હતુ. ડ્રોન ક્રેશ થતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
ખાનગી કંપની દ્વારા સમુદ્રી સુરક્ષા માટે બનાવવામાં આવ્યું હતુ ડ્રોન
Drishti 10 Starliner ડ્રોન તાજેતરમાં જ એક ખાનગી કંપની દ્વારા સમુદ્રી સુરક્ષા માટે બનાવવામાં આવ્યું હતુ, જેણે ગત સાંજે સમુદ્રી સુરક્ષા માટે ઉડાન ભરી હતી. કોઈ ટેક્નિકલ ખામીના કારણે આ ડ્રોન ક્રેશ થયુ હોય તેવુ હાલમાં લાગી રહ્યું છે. ગઈકાલ અને આજના બે દિવસીય પોરબંદર પ્રવાસે આવેલા રાજ્યપાલની પોરબંદરમાં ઉપસ્થિતિ દરમિયાન આ ઘટના બની છે. Drishti 10 Starliner Drone ના ક્રેશ થવાના સમાચારથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે.
દ્રષ્ટિ 10 સ્ટારલાઈન ડ્રોન ક્રેશ
થોડા દિવસ પહેલા જ કોસ્ટગાર્ડ એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એ ઘટના હજુ સુધી ભુલાઈ નથી, ત્યાંજ ઇન્ડિયન નેવીના ડ્રોન ક્રેસ થયાના સમાચારે સુરક્ષા એજન્સીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ત્યારે હવે બનેલી આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ Drishti 10 Starliner Drone ક્રેશ થવાના કારણો શોધવા કામે લાગી છે. અને તપાસ કરી રહી છે કે, ડ્રોન કોઈ ટેક્નિકલ કારણોસર ક્રેશ થયું છે કે કેમ?
નેવી દ્વારા આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી પરંતુ વિશ્વનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ ઘટના મોડી સાંજે ઘટના બની હતી.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ પતંગ ચગાવીને કરી ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર, જુઓ Video