ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndianPakistanWar : યુદ્ધ વિરામ બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની લેશે મુલાકાત

રક્ષામંત્રી પોતાની આ મુલાકાત દરમિયાન, એરફોર્સ, BSF અને આર્મીનાં અધિકારીઓને મળે તેવી શક્યતા છે.
04:04 PM May 14, 2025 IST | Vipul Sen
રક્ષામંત્રી પોતાની આ મુલાકાત દરમિયાન, એરફોર્સ, BSF અને આર્મીનાં અધિકારીઓને મળે તેવી શક્યતા છે.
Rajnathsingh_gujarat_first
  1. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝ આવશે (IndianPakistanWar)
  2. 16-17 મેએ ભુજ એરબેઝની રાજનાથસિંહ લેશે મુલાકાત
  3. ભુજ એરબેઝ પર જવાનો સાથે મુલાકાત રાજનાથસિંહ કરશે
  4. ભુજ એરબેઝથી પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો હતો

IndianPakistanWar : દેશનાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ (Rajnath Singh) ગુજરાતની મુલાકાતે આવવાના છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ 16 અને 17 મેનાં રોજ ભુજ એરબેઝની (Bhuj Airbase) મુલાકાત લેશે. ભુજ એરબેઝ પર જવાનો સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મુલાકાત કરશે. દરમિયાન, વેસ્ટર્ન એર કમાન્ડના વડા પણ હાજર રહેશે. ભારતીય વાયુ સેનાએ (Indian Air Force) પાકિસ્તાનનાં ડ્રોન-મિસાઇલ અને આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો - Rajkot: ગોંડલમાં ધાણાના વેપારીને મેનેજરે જ 92.92 લાખનો ચૂનો ચોપડ્યો

16-17 મેએ ભુજ એરબેઝની રાજનાથસિંહ લેશે મુલાકાત

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધિની (IndianPakistanWar) સ્થિતિ શાંત થયા બાદ દેશનાં રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 16 અને 14 મેનાં રોજ રક્ષામંત્રી ભુજ એરબેઝની મુલાકાત લેશે. અહીં, તેઓ જવાનો સાથે વાતચીત કરશે. દરમિયાન, વેસ્ટર્ન એર કમાન્ડના વડા પણ હાજર રહેશે. રક્ષામંત્રીની આ મુલાકાતને લઈ એરફોર્સ ઓથોરિટી (Air Force Authority) દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાની માહિતી છે. રક્ષામંત્રી પોતાની આ મુલાકાત દરમિયાન, એરફોર્સ, BSF અને આર્મીનાં અધિકારીઓને મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - Vadodara : દુષિત પાણીથી અકળાયેલા રહીશોનો ક્રોધ બન્યો જવાળામુખી , માટલા ફોડી કર્યો ઉગ્ર વિરોધ

ભુજ એરબેઝથી પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો હતો

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર ગોળીબાર કરીને 26 લોકોની ક્રૂર હત્યા (Pahalgam tourists Attack) કરી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ ભારે રોષ ભભકી ઉઠ્યો હતો. ભારતીય એર ફોર્સ દ્વારા 6 મેની રાતે પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક (India Air Strikes) કરીને ધ્વસ્ત કર્યા હતા. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. ભારતે પાકિસ્તાનનાં એક એક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનને ઘૂંટણીએ થવા મજબૂર કર્યું હતું. 10 મેનાં રોજ બંને દેશો દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad : હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી નીકળી ગરોળી, ચકચાર મચી ગઈ

Tags :
Air Force AuthorityBhujBhuj AirbaseBSF Indian ArmyDefense Minister Rajnath SinghgujaratfirstnewsIndia Air StrikesIndian Air ForceIndianPakistanWarJammu and KashmirKutchPahalgam Tourists AttackRajnath Singh in GujaratTop Gujarati New
Next Article