ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

International Cooperation Year-2025 : રાજ્યવ્યાપી ઉજવણી માટેની ઉચ્ચ સ્તરિય બેઠક

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત યોજાનારા આગામી કાર્યક્રમોના આયોજનોને આખરી ઓપ
10:31 AM Jul 03, 2025 IST | Kanu Jani
આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત યોજાનારા આગામી કાર્યક્રમોના આયોજનોને આખરી ઓપ

 

International Cooperation Year-2025 : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ના સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા દેશ અને દુનિયા સમક્ષ ગુજરાતને ઉત્તમ સહકારિતાનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત બનાવવા પર ભાર મૂક્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ વર્ષની રાજ્ય વ્યાપી ઉજવણીના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરિય સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-International Cooperation Year ની આ ઉજવણીમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત ભારતમાં સહકારી ક્રાંતિનું જન્મ સ્થળ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ બેઠકમાં જણાવ્યું કે, ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાત પાસે આ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ને સફળ બનાવવા માટે નવા સહકારી મોડેલ્સને પ્રોત્સાહન આપીને ગ્રામીણ સશક્તિકરણ-Rural empowermentને વેગ આપવાની ઉત્તમ તક આવી છે.

તેમણે આ હેતુસર એક્શન પ્લાન મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય અને સહકારી સંસ્થાઓ તથા પ્રજાજનોની સહભાગીતાથી તે સફળતાપૂર્વક ઉજવીને “કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ” (“Co-operatives Build a Better World”)ની થીમને ગુજરાત સાચા અર્થમાં પરિપૂર્ણ કરે તે માટે કાર્યરત રહેવાનું માર્ગદર્શન આપ્યું હતું.

કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ(Raghavji Patel), અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા(Kunvaraji Bavaliya) તથા સહકાર રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ અન્વયે જાન્યુઆરી-૨૦૨૫થી જુન-૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સફળતાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોમાં તા.૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પરેડમાં રાજ્યની સહકારી પ્રવૃત્તિ દર્શાવતા ટેબ્લોઝ, મહિલા શક્તિ અને યુવાઓ માટેના સહકારીતા સેમીનાર, એક પેડ માં કે નામ અંતર્ગત સહકારી સંસ્થાઓ, સંઘો અને મંડળીઓ દ્વારા રાજ્યવ્યાપી વૃક્ષા રોપણ તથા ગ્રામીણ સ્તરે સ્વચ્છતા-સફાઈ અભિયાનની સફળતાની નોંધ લેવામાં આવી હતી.

આયોજન અંગેના વિસ્તૃત પ્રેઝન્ટેશન

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત યોજાનારા આગામી કાર્યક્રમોના આયોજનને પણ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ આયોજન અંગેના વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે તા. ૫ અને ૬ જુલાઈએ આણંદમાં કેન્દ્રીય સહકારીતા અને ગૃહ મંત્રી  અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર અને સહકાર વિષયક કાર્યક્રમો યોજાશે.

મંત્રી શ્રી અમિતભાઈ શાહ તા. ૫ જુલાઈએ સવારે આણંદમાં દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરશે ત્યારબાદ અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં સહકાર સંવાદ યોજાશે. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ પણ સહભાગી થશે.

કેન્દ્રીય સહકારીતા અને ગૃહમંત્રીશ્રી તા.૬ જુલાઈએ આણંદમાં એન.ડી.ડી.બી. તથા અમૂલની નવી પરિયોજનાઓના ઉદઘાટન પણ કરવાના છે.

સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

રાજ્યમાં તા. ૧ થી ૬ જુલાઈ દરમિયાન સહકાર સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ ઉજવણી અન્વયે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ૩ થી ૬ વર્ષની આયુના અંદાજે 30 લાખ બાળકોને દૂધ સંઘો, સહકારી બેંકો તથા પેક્સ વગેરે દ્વારા દૂધ, મગ, ચીક્કી જેવા ન્યુટ્રિશન ફુડનું વિતરણ કરાશે.

સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishvakarma)એ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ(International Cooperation Year-2025)ની ઉજવણીના એક મહત્વપૂર્ણ અભિયાનની વિગતો આપતાં બેઠકમાં કહ્યું કે, “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવા સહકાર ક્ષેત્રે સંકળાયેલા અને ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા લોકોને સરકારની સહકાર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી યોજનાઓથી થયેલા લાભ અને આર્થિક ઉન્નતિ માટે વડાપ્રધાનશ્રીનો આભાર માનતા પોસ્ટકાર્ડ રાજ્યના ગામો-નગરોમાંથી વડાપ્રધાનશ્રીને મોકલવામાં આવશે.

ગ્રામ્ય કક્ષાએ પેક્સના સશક્તિકરણ માટેના વર્ક શોપ અને સેમિનાર

મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ (International Cooperation Year-2025)ની ઉજવણી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ પેક્સના સશક્તિકરણ માટેના વર્ક શોપ અને સેમિનાર પણ યોજવામાં આવશે.

મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મહેસુલના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. જયંતિ રવિ, કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, અગ્ર સચિવશ્રીઓ શ્રી ટી.નટરાજન, આર.સી. મીના, મિલિંદ તોરવણે તથા શ્રી સંદીપકુમાર અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Tags :
“Co-operatives Build a Better World”(Jagdish VishvakarmaAmit ShahCM Bhupendra PatelInternational Cooperation Year-2025'Kunvaraji Bavaliapm narendra modiRaghavji PatelRural empowermentSahakari University
Next Article