ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

International Cooperation Year :રાજ્યની તમામ APMC માર્કેટનું 100 ટકા ડિજિટલાઇજેશન થશે

ગુજરાતની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવાશે
02:39 PM Jul 04, 2025 IST | Kanu Jani
ગુજરાતની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવાશે

 

International Cooperation Year : ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ ૨૨૪ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMC કાર્યરત છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishvakrma)ના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉત્તર ઝોનના ૬ જિલ્લા, મધ્ય ઝોનના ૧૦, દક્ષિણ ઝોનના ૫ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૧૨ જિલ્લામાં eNAM અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કુલ ૧૪૪ જેટલા માર્કેટિંગ કમિટીના સચિવો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગત તા. ૧૯ જૂન, ૨૦૨૪ના રોજ વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Natrndra Modi) અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah)ની પ્રેરણાથી આ વર્ષે દેશભરમાં “કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ (International Cooperation Year) ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના લાખો ખેડૂતો, પશુપાલકો, માછીમારો, સહકારી મંડળીઓ તેમજ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. રાજ્યની તમામ APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ઝોનવાઇઝ APMC અમદાવાદ, ઊંઝા, રાજકોટ અને સુરત ખાતે સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમમાં ‘નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ’-eNAMના અમલની સમીક્ષા, બજાર ભાવ પારદર્શિતા માટે ‘એગ્રીકલ્ચર માર્કેટિંગ’-AGMARK ડેટા એન્ટ્રીનું મહત્વ, કૃષિ વેપારમાં ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન, e-APMC પોર્ટલના વિકાસ વિશે ચર્ચા, Gate Entry, e-Trade અને e-Payment, ખેડૂત અને માર્કેટ ભાગીદારો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Tags :
Amit ShahAPMCCM Bhupendra PateleNAMInternational Cooperation YearJagdish VishvakrmaPM Natrndra Modi
Next Article