ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

International Day of Cooperatives : ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ

મહિલા સંચાલિત દૂધ મંડળીઓનો દૂધ સંગ્રહ 39% વધીને 57 લાખ LPD સુધી પહોંચ્યો
04:05 PM Jul 04, 2025 IST | Kanu Jani
મહિલા સંચાલિત દૂધ મંડળીઓનો દૂધ સંગ્રહ 39% વધીને 57 લાખ LPD સુધી પહોંચ્યો

 

International Day of Cooperatives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi )એ હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે, મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવીને જ ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવી શકાય છે. ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા નેતૃત્વને સશક્ત બનાવવા માટે તેમણે સહકારી મૉડલને પ્રાથમિકતા આપી છે. આ વિઝનને સુદ્રઢ બનાવતાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી  અમિત શાહ (Amit Shah)ના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ ગુજરાતે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કર્યું છે.

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે (International Day of Cooperatives) ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં (2020થી 2025 સુધી) મહિલાઓની આગેવાની હેઠળની દૂધ સહકારી મંડળીઓ 21% વધીને 3,764થી 4,562 થઈ ગઈ છે. આ દર્શાવે છે કે રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

મિલ્ક યુનિયનમાં 25% મહિલા બોર્ડ સભ્યો અને લગભગ 12 લાખ ઉત્પાદક મહિલા સભ્યો

ગુજરાતના સહકારી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, મિલ્ક યુનિયનમાં પણ મહિલાઓની આગેવાનીમાં વધારો થયો છે. વર્ષ 2025માં મિલ્ક યુનિયનના બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25% મહિલા સભ્યો છે, જે મિલ્ક યુનિયનની નીતિ ઘડવામાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવે છે. ગુજરાતની દૂધ સહકારી મંડળીઓમાં પણ મહિલા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં લગભગ 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી લગભગ 12 લાખ એટલે કે 32% દૂધ ઉત્પાદક સભ્યો મહિલાઓ છે.

એટલું જ નહીં, આ જ સમયગાળા દરમ્યાન ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓની મૅનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી 14% વધી છે. આ મૅનેજમેન્ટ સમિતિઓમાં મહિલાઓની સંખ્યા 70,200થી વધીને 80,000 થઈ ગઈ છે. આ મહિલાઓ હવે ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓમાં નીતિ નિર્માણ, સંચાલન અને દેખરેખ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.

મહિલા સંચાલિત દૂધ મંડળીઓનો દૂધ સંગ્રહ 39% વધીને 57 લાખ LPD સુધી પહોંચ્યો

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા મિલ્ક પ્રોક્યોરમેન્ટ (ખરીદી) 2020માં 41 લાખ લિટર પ્રતિ દિવસ (LPD)થી 39% વધીને 2025માં 57 લાખ લિટર પ્રતિ દિવસ થઈ ગયું છે, જે હાલમાં રાજ્યના કુલ મિલ્ક પ્રોક્યોરમેન્ટના લગભગ 26% છે.

મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો, આવક ₹9,000 કરોડને પાર

ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓ આજે સામાજિક પરિવર્તનનું પ્રતીક બની છે, સાથે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વર્ષ 2020માં આ મંડળીઓની અંદાજિત દૈનિક આવક ₹17 કરોડ અને એ મુજબ વાર્ષિક આવક ₹6,310 કરોડ હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડો વધીને 2025માં ₹25 કરોડ પ્રતિ દિવસ થયો છે, જેના કારણે વાર્ષિક અંદાજિત આવક ₹9,000 કરોડને પાર થઈ ગઈ છે. એટલે કે, આ સમયગાળા દરમ્યાન મહિલા સંચાલિત મંડળીઓની આવકમાં ₹2,700 કરોડનો વધારો થયો છે, જે 43%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ સફળતા મહિલા સશક્તિકરણના સહકારી મૉડલની મજબૂતીનો પુરાવો છે

આ પણ વાંચો: International Cooperation Year :રાજ્યની તમામ APMC માર્કેટનું 100 ટકા ડિજિટલાઇજેશન થશે

Tags :
Amit ShahCM Bhupendra PatelGCMMFInternational Day of Cooperativespm narendra modi
Next Article