Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

International Labour Day : 'વિકસિત ભારત'ના પાયામાં શ્રમિકો

આંતરરાષ્ટ્રીય શ્રમયોગી દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીઓના કલ્યાણ માટે લેવાયેલા પગલાં અને શ્રમ સેતુ પોર્ટલની ઉપલબ્ધિઓ-ગુજરાત રાજ્યનો વિકાસલક્ષી અહેવાલ
international labour day    વિકસિત ભારત ના પાયામાં શ્રમિકો
Advertisement

International Labour Day : આંતરરાષ્ટ્રીય શ્રમયોગી દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીઓના કલ્યાણ માટે લેવાયેલા પગલાં અને શ્રમ સેતુ પોર્ટલની ઉપલબ્ધિઓ- ગુજરાત રાજ્યનો વિકાસલક્ષી અહેવાલ

કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ઈમારત તેના શ્રમિકોના પરસેવા પર ચણાયેલી હોય છે. તા. 1 લી મે એટલે કે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ International Labour Day (મે દિવસ-May Day) એ શ્રમની સાધના કરનારા કરોડો કર્મયોગીઓના ઋણસ્વીકારનો પર્વ છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત આજે શ્રમિક સશક્તીકરણની નવી પરિભાષા લખી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો સુમેળ સાધીને શ્રમિકોને આર્થિક ન્યાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં દેશભરમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે.

Advertisement

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  કુંવરજીભાઈ બાવાળીયા(Kunvarjibhai Bawaliya)ના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025 દરમિયાન શ્રમ કલ્યાણ અને ઔદ્યોગિક વિકાસ માટે નોંધપાત્ર સુધારાઓ અને સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. 

Advertisement

International Labour Day : શ્રમિકો માટે આર્થિક સહાય અને બોનસની ચૂકવણી

    • રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે શ્રમયોગીઓને બોનસની રકમ દિવાળીના સમયે મળી રહે તે માટે વર્ષ 2024-25 દરમિયાન 12.44 લાખથી વધુ શ્રમિકોને રૂ. 2029.17 કરોડની રકમ બોનસ તરીકે ચૂકવવામાં આવી છે.

    • આ ઉપરાંત, વર્ષ 2025માં કુલ 1,232 સંસ્થાઓના 7,655 શ્રમયોગીઓને રૂ. 11.13 કરોડથી વધુની રકમ વેતન તફાવત તરીકે ચૂકવવામાં આવી છે.

  • શ્રમ સેતુ પોર્ટલની ઉપલબ્ધિઓ: શ્રમિકોના પ્રશ્નોનું ડિજિટલ માધ્યમથી ઝડપી સમાધાન કરવા માટે 'શ્રમ સેતુ પોર્ટલ' કાર્યરત છે, જેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

    • કેસ એન્ડ ક્લેઈમ મોડ્યુલ: વર્ષ 2025 દરમિયાન કુલ 5,550 જેટલી અરજીઓ પર પારદર્શક રીતે ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી છે.

    • ઇન્સ્પેક્શન મોડ્યુલ: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025માં કુલ 13,810 ઓનલાઇન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા.

  • શ્રમિક સહાયક કોલ-સેન્ટર (હેલ્પલાઇન નંબર - 155372): શ્રમ કાયદાઓની માહિતી અને પ્રશ્નોના નિવારણ માટે કાર્યરત આ હેલ્પલાઇન પર વર્ષ 2025 દરમિયાન કુલ 18,402 ફોન કોલ્સ પ્રાપ્ત થયા હતા, જેના પર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

  • ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી: અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી, વર્ષ 2025 (તા. 01 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર) દરમિયાન રાજ્યમાં 4 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવી છે.

International Labour Day : શ્રમિકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ

  • જન વિશ્વાસ બિલ અને ઉદ્યોગ સાનુકૂળતા (Ease of Doing Business): ગુજરાત ઔદ્યોગિક સંબંધ અધિનિયમ અને ગુજરાત દુકાન અને વાણિજ્યક સંસ્થા અધિનિયમમાં ગુનાઓના માંડવાળ અને પેનલ્ટીની સુધારાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી વેપારીઓ અને ઔદ્યોગિક એકમો માટે કામકાજ સરળ બનશે અને શ્રમિકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.

રાજ્ય સરકારની આ યોજનાઓ અને આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં વિકાસના પાયામાં રહેલ શ્રમિક આજે એકલો નથી, પરંતુ તે આધુનિક ટેકનોલોજી અને સરકારી કલ્યાણકારી યોજનાઓથી સશક્ત બન્યો છે. જ્યારે શ્રમિક સમૃદ્ધ હશે, ત્યારે જ 'આત્મનિર્ભર ભારત' નું સ્વપ્ન સાકાર થશે. આજના દિવસે શ્રમયોગીઓના યોગદાનને બિરદાવીને રાજ્ય સરકારે તેમના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા વધુ દ્રઢ કરી છે.

આ પણ વાંચો : Gandhinagar : ગુજરાત સરકારનો મોટો નિર્ણય,‘અટલ સ્વાન્તઃ સુખાય યોજના’ નવા સ્વરૂપે અમલમાં મૂકાઈ

Tags :
Advertisement

.

×