Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 Final: ટિકિટની કાળાબજારી કરનાર સામે પોલીસનું કડક વલણ

IPL 2026 ફાઈનલ મેચ નિમિત્તે ટિકિટની કાળાબજારી અટકાવવા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 30/05/2026 થી 31/05/2026 સુધી કાળાબજારી પર પ્રતિબંધ છે. નિયમનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે.
ipl 2026 final  ટિકિટની કાળાબજારી કરનાર સામે પોલીસનું કડક વલણ
Advertisement

IPL 2026 Final: અમદાવાદમાં યોજાનારી IPL 2026 ની ફાઇનલ મેચ માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાનાર છે. મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહ અને ટિકિટોની તીવ્ર માગ જોવા મળી રહી છે.

કાળાબજારી પર કડક પ્રતિબંધ

આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ટિકિટોની કાળાબજારી કરી શકે છે અને સામાન્ય નાગરિકોને છેતરી શકે છે. આને રોકવા માટે 30/05/2026 થી 31/05/2026 સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં ટિકિટોના નિયત ભાવ કરતા વધુ ભાવ લેવા કે કાળાબજારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરે અમદાવાદ પોલીસના તમામ અધિકારીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા અને ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ કરવા અધિકૃત કર્યા છે. જોકે, ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિયુક્ત અધિકૃત ટિકિટ વિક્રેતાઓને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Headline 6 PM: વાંચો સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Tags :
Advertisement

.

×