Iran Israel War : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ, સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ ફસાયા
- Iran Israel War માં અનેક ગુજરાતી મુસાફરો સાઉદીમાં અટવાયા
- ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ X પર પોસ્ટ કરી મદદ માંગી
- ઈરાનના 6 શહેરો પર ઈઝરાયલ-અમેરિકાના ભીષણ હુમલા
- ભારતીય દૂતાવાસે નાગરિકોને શેલ્ટર હોમ નજીક રહેવા આપી સૂચના
- કટોકટી માટે વિદેશ મંત્રાલય દ્વારા 24 કલાકની હેલ્પલાઈન શરૂ
Iran Israel War : મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે. ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન (Iran-Israel War) પર જોરદાર હુમલો કરતા તેહરાન સહિત છ મોટા શહેરોના 30થી વધુ સ્થળો ધણધણી ઉઠ્યા છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર હવે નિર્દોષ મુસાફરો અને વિદેશમાં વસતા ભારતીયો પર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના જમાલપુર-ખાડિયા (Jamalpur-Khadia) વિસ્તારના અનેક ગુજરાતીઓ હાલ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાઈ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
Iran Israel War : ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર ગુહાર લગાવી
જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ (Imran Khedawala) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને ભારત સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિને કારણે ફ્લાઇટ ઓપરેશન ખોરવાયા છે, જેના લીધે અનેક ગુજરાતી પરિવારો સાઉદીમાં અટવાયા છે. ખેડાવાલાએ વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે દરેક ભારતીય નાગરિકની સુરક્ષા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ અને તેમને હેમખેમ પરત લાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.
इज़राइल-ईरान तनाव के बीच गुजरातके अहमदाबाद और मेरे जमालपुर-खड़िया मतक्षेत्रके बहुत लोग सऊदी एयरपोर्ट पर फसे हुए हे हर भारतीय नागरिक की सुरक्षा हमारी प्राथमिकता होनी चाहये मैं भारत सरकारसे आग्रह करता हूं कि वह हमारे लोगों की सुरक्षा के लिए तत्काल और सक्रिय कदम उठाए @DrSJaishankar pic.twitter.com/V0dEjiMNCN
— Imran Khedawala (@Imran_khedawala) February 28, 2026
ભારતીય દૂતાવાસની એડવાઇઝરી (Indian Embassy Advisory)
બીજી તરફ, ઇઝરાયલમાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે કડક સૂચનાઓ જારી કરી છે. દૂતાવાસે તમામ નાગરિકોને સ્થાનિક 'હોમ ફ્રન્ટ કમાન્ડ'ના નિયમોનું પાલન કરવા અને બિનજરૂરી અવરજવર ટાળવા જણાવ્યું છે. સુરક્ષા શેલ્ટર (Security Shelters) ની નજીક રહેવા અને સાયરન વાગતા જ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. કોઈપણ કટોકટી માટે સરકારે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર +972-54-7520711 પણ જાહેર કર્યો છે.
ADVISORY
In view of the prevailing security situation in the region, all Indian nationals in Israel are advised to exercise utmost caution and remain vigilant at all times.
2. Indian nationals are strongly advised to strictly adhere to the safety guidelines and instructions… pic.twitter.com/SOvzAdLMwn— India in Israel (@indemtel) February 28, 2026
આ પણ વાંચો : Dakor: રંગબેરંગી લાઈટોથી સજાવાયું રણછોડરાયનું મંદિર, શણગારથી દીપી ઉઠ્યું યાત્રાધામ
આ પણ વાંચો : Bhavnagar : માત્ર રૂ. 70 ની લાંચ લેતા ગ્રામ પંચાયતનો VC ઝડપાયો


