Isudan Gadhvi : ઈસુદાન ગઢવીની સામે જ AAP નાં કાર્યકર્તાએ યુવકને ઝીંકી દીધો લાફો! Video વાઇરલ
- મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેરસભામાં લાફાવાળી (Isudan Gadhvi)
- ઈસુદાન ગઢવીને સવાલ કરનારને ઝીંકી દેવાયો લાફો
- આપનાં કાર્યકરે સવાલ પૂછનાર યુવકને મારી દીધો લાફો
- રાજનગર સોસાયટીમાં હતી આમ આદમી પાર્ટીની સભા
Morbi: આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) આજે મોરબીની મુલાકાતે હતા. અહીં, આમ આદમી પાર્ટીની (AAP) જનસભા યોજાઈ હતી, જેમાં તેઓ હાજર રહ્યા હતા. આ જનસભામાં પાર્ટીનાં આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં AAP નો એક કાર્યકર ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને બધાની સામે લાફો મારતે નજરે પડે છે. આ વીડિયો સામે આવતા હવે આપનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સવાલોનાં ઘેરામાં આવ્યા છે.
આ પણ વાંચો - જોધપુરના શિવભક્તે શિવધામ કોટેશ્વર મંદિરને શુદ્વ ચાંદીનું થાળું ભેટ આપ્યું, ગૌશાળા માટે એક લાખનું આપ્યું દાન
ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને કાર્યકર્તાએ માર્યો લાફો
આજે મોરબીમાં (Morbi) રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની (AAP) જનસભા યોજાઈ હતી. આ સભામાં AAP નાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, પાર્ટીનાં અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનો એક વીડિયો સામે આવ્યો છે, જેનાં પછી ભારે હોબાળો થયો છે. આ વાઇરલ વીડિયોમાં AAP નાં એક કાર્યકર્તા દ્વારા ઇસુદાન ગઢવીને (Isudan Gadhvi) સવાલ કરનારા યુવકને સરાજાહેર લાફો ઝીંકવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, સભા દરમિયાન જ્યારે ઇસુદાન ગઢવી લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને એક યુવક દ્વારા દિલ્હીની યમુના નદીની સમસ્યા સહિત કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Himatnagar: પોલીસે જુગાર રમતા 8 શખ્સોને 93 હજાર મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા લોકોમાં રોષ
દરમિયાન, યુવક પાસે ઊભેલા આપનાં કાર્યકર્તાએ ઉશ્કેરાઈને યુવકને સરાજાહેર લાફો માર્યો હતો. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા લોકો ઇસુદાન ગઢવીને અનેક સવાલ કરી રહ્યા છે અને રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જે કાર્યકર્તાએ યુવકને લાફો માર્યો તેને કડક સજા કરવાની માગ પણ ઉઠી છે. ઘટના બાદ પીડિત યુવકે પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, માત્ર સવાલ કર્યો ત્યારે આમના કાર્યકર્તાઓ અમને લાફો મારે છે તો પછી જ્યારે AAP ની સરકાર આવશે ત્યારે શું થશે ? આ સાથે યુવકે લાફો મારનારા સામે યોગ્ય કાર્યવાહીની માગ પણ કરી છે.
આ પણ વાંચો - Vadodara Gambhira Bridge : દરિયામાં ફસાયેલ જહાજને બહાર કાઢવા વપરાતી બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ