Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Natural Farming : 5 વિઘામાં મોડેલ ફાર્મ બનાવ્યું, શાકભાજી, ફળ, મસાલાની ખેતી કરી બમણી આવક ઊભી કરી!

'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા...' સંસ્કૃતનાં આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે... એવો થાય છે. આજે વાત છે સુરતના માંડવીનાં ઉટેવા ગામનાં એવા પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતની, જેમણે આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગલોરમાં IT કંપનીનાં વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે.
natural farming   5 વિઘામાં મોડેલ ફાર્મ બનાવ્યું  શાકભાજી  ફળ  મસાલાની ખેતી કરી બમણી આવક ઊભી કરી
Advertisement
  1. સુરતનાં IT એન્જિનિયરે છોડી 10 લાખની નોકરી, અપનાવી Natural Farming
  2. યુવા ખેડૂત વિકાસભાઈ ગામિતની સફળતાની પ્રેરક કહાની
  3. બેંગલોરની નોકરી છોડી, ગુજરાતમાં 5 વિઘામાં મોડલ ફાર્મ બનાવ્યું
  4. શેરડી-હળદરથી વિદેશી આંબા સુધીની પ્રાકૃતિક ખેતી કરી
  5. માંડવીનાં વિકાસભાઈને યુવા પ્રગતિશીલ ખેડૂતનું સન્માન પણ મળ્યું

Surat : 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા...' સંસ્કૃતનાં આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે... એવો થાય છે. તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. ત્યારે, આજે વાત છે સુરત જિલ્લાના માંડવીનાં ઉટેવા ગામનાં એવા સફળ પ્રાકૃતિક ખેતી (Natural Farming) કરતા ખેડૂતની, જેમણે આઈટી એન્જિનિયરિંગનો (IT Engineer) અભ્યાસ પૂર્ણ કરી બેંગલોરમાં (Bangalore) આઈટી કંપનીનાં વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે. તો આવો જાણીએ તેમની શૂન્યમાંથી સર્જન સુધીની સફળતાની કહાની...

રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી

વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી (Chemical Fertilizer) થતી ખેતીનાં પાકથી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે, જેના તરફ પાછા વળવા માટે અને સાથે-સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Governor Acharya Devvrat) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે. જાગૃત્ત ખેડૂતોએ પ્રકૃત્તિની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Kankaria Carnival 2025 નો ભવ્ય પ્રારંભ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન, કીર્તિદાન ગઢવીના લોકગીતોએ મંત્રમુગ્ધ કર્યા

Natural Farming ખેતી કરવા વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી

આજે વાત છે સફળ પ્રાકૃતિક ખેતી કરતા યુવા ખેડૂત વિકાસભાઈ ગામિતની (Vikasbhai Gamit), જેમણે આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગલોરમાં આઈટી કંપનીનાં વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે. અને ધાર્યા કરતા બમણી સફળતા મેળવી છે. માત્ર 31 વર્ષની વયે જ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા યુવા પ્રગતિશીલ ખેડૂતનું સન્માન મેળવ્યું છે. સુરત (Surat) જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના આ યુવા ખેડૂત અનુભવી ખેડૂતોની બરોબરી કરી રહ્યો છે. નોકરીની શોધમાં રઝળપાટ કરતા અનેક યુવાનોને પણ નવી રાહ ચીંધી છે.

આ પણ વાંચો - સુશાસન દિવસ પર Jitubhai Vaghani ની પ્રેસ કોન્ફરન્સ : CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી પોલિસીઓ જાહેર

વિકાસભાઈએ 5 વિઘા જમીનમાં એક મોડેલ ફાર્મ બનાવ્યું

યુવા ખેડૂત વિકાસભાઈ ગામિતે તેમના 5 વિઘા જમીનમાં એક મોડેલ ફાર્મ બનાવ્યું છે, જેમાં તેમણે શેરડી, હળદર, શાકભાજી, વિવિધ જાતના ફળ, વિવિધ મસાલાઓ સહિત વિદેશી આંબાઓની ખેતી કરી છે. વિકાસભાઈ ગામિત સંપૂર્ણ પણે પ્રાકૃતિક ખેતી કરે છે અને તેઓ મબલક પાકનું ઉત્પાદન કરે છે. વિકાસભાઇની આ ખેતી જોવા લોકો તેમના ખેતરે આવે છે એટલે જ વિકાસભાઈ ગામિત ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

આ પણ વાંચો - મફત આપવા કરતા તેનું સ્વમાન જળવાય તે જરૂરી છેઃ CM Bhupendra Patel ના વિપક્ષ પર ચાબખા

Tags :
Advertisement

.

×