Jal Sanchay: ‘સમગ્ર વિશ્વમાં નથી થયું તે કામ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે’ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ
- સુરતમાં આજે એટલે ‘જળ સંચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
- આ કાર્યક્રમમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
- ‘જળ સંચય’ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ કરી મહત્વની વાત
Jal Sanchay: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ‘જળ સંચય’ (Jal Sanchay) કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતનાં સુરતમાં આજે એટલે ‘જળ સંચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી અને બિહારનાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ‘જળ સંચય’ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે મહત્વની વાત કરી હતી.
Surat માં જનભાગીદારીથી જળસંચય અંતર્ગત જનઆંદોલન કાર્યક્રમમાં ઉપસ્થિત C R Patil નું સંબોધન | Gujarat First#Surat #CM #BhupendraPatel #BhajanLalSharma#CatchTheRain #JanAndolan #CRPatil #GFcard #GujaratFirst pic.twitter.com/EhpgVEkFH7
— Gujarat First (@GujaratFirst) October 13, 2024
સમગ્ર વિશ્વમાં નથી થયું તે કામ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે: CR પાટીલ
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે સંબોધન કર્યું હતું. તેમણે કર્યું કે, ‘2021 ના માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરાત કરી હતી. ‘કેચ ધ રેન’ આ માટે આ કાર્યક્રમને તાકાત આપવાની વાત આવી ત્યારે આ કામ જ્યારે શરૂ થયું ત્યારે હું તમને અભિનંદન આપું છું કે સમગ્ર વિશ્વમાં નથી થયું તે કામ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે.’ વધુમાં તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં કડોદરામાં ગયો હતો. કડોદરામાં કહ્યું કે, ‘તમે ઘણું પાણી જમીનમાંથી નીકળ્યું છે, તમારે જમીનને પાણી આપવું જોઈએ. અને જે રિસ્પોન્સ ત્યાંથી આવ્યો તેના કારણે આ પ્રોજેક્ટ આગળ વધ્યો છે. હર ઘર નળની વાત આવી તી ત્યારે એવું લાગતું હતું કે અભિયાન કેમ સંભવ થશે? પણ પાંચ વર્ષમાં 15 કરોડ ઘરમાં નળથી જળ આપવામાં આવ્યું છે.’
કેન્દ્રીય જળશક્તિમંત્રી CR Patil ની ઉપસ્થિતિમાં 'જળ સંચય-જન ભાગીદારી' કાર્યક્રમ | Gujarat First @CRPaatil#Surat #CRPatil #JalShakti #WaterConservation #JanBhagidari #SaveWater #JalSanchay #IndiaWaterMission #PMModi #BhupendraPatel #WaterForAll #Namo23Years #JalSanchayGujarat… pic.twitter.com/6ytBoycIle
— Gujarat First (@GujaratFirst) October 13, 2024
કોંગ્રેસે વિચાર્યું ન હતું તે કામ વડાપ્રધાન મોદીએ કરી બતાવ્યુંઃ CR પાટીલ
વધુમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે કહ્યું કે, ‘જે કામ કોંગ્રેસે વિચાર્યું ન હતું તે કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતની વાત કરી રહ્યા છે, ત્યારે દેશના દરેક ઘરને વિકસિત કરવું પડશે અને ઘરના દરેક દેશના ઘરમાં પાણી આપવું પડશે. એટલા માટે હર ઘર નળના અભિયાન આરંભ કર્યું છે. જે કામ 70 વર્ષમાં નથી થયું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરવું પડ્યું છે.’
PM મોદીને લઈને કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ કહી આ ખાસ વાત
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે વડાપ્રધાન વિશે પણ ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સાહેબે અમે ને પણ જણાવ્યું કે, સમગ્ર વિશ્વની પોપ્યુલેશન છે તેનો અડધુ પોપ્યુલેશન આપણા દેશમાં છે, અને પૂરા વિશ્વમાં જેટલું પશુધન છે તેનું 18% પશુધન આપણા દેશમાં છે. પરંતુ વિશ્વમાં પીવા લાયક પાણી છે તેના કરતાં માત્ર ચાર ટકા જ પાણી આપણા દેશમાં છે. આ સમસ્યાને હલ કરવાની કોશિશ નહીં કરીએ તો આપણે આપણી પેઢીને પૈસા અને સંપત્તિ આપીને જઈશું પરંતુ પાણી વગરનું તે જીવન નહીં જીવી શકે.’
आज सूरत में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की प्रेरणा से जल संरक्षण के क्षेत्र में एक ऐतिहासिक पहल का शुभारंभ हुआ। इस महत्वपूर्ण अवसर पर गुजरात के माननीय मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी, राजस्थान के माननीय मुख्यमंत्री श्री @BhajanlalBjp जी, मध्य प्रदेश के माननीय… pic.twitter.com/sFyulIlqRy
— C R Paatil (@CRPaatil) October 13, 2024
કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીનો માન્યો ખાસ આભાર
પાણી ઇન્ડસ્ટ્રીથી ઉત્પન્ન થતું નથી! વરસાદથી આવે છે, પરંતુ વરસાદનું પાણી પણ વહી જાય છે.એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઘરનું પાણી ઘરમાં, ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે અને એટલા માટે આ યોજનાનો પ્રારંભ થયો છે. આટલી મહત્વની વાત કરીને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ આભાર માન્યો હતો. આ સાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે કહ્યું કે, ‘ગુજરાતમાં 14,800 બોર બંધ પડ્યા છે, તેને રિચાર્જ કરવામાં આવે તો અને તેના માટે કોઈ યોજના બનાવવામાં આવે અને આ કહેવાથી તેમને તાત્કાલિક યોજના બનાવી. ખેડૂતોના જે બોર છે તે રિચાર્જ કરવા માટે જે ખર્ચો થાય છે તેમાં 90 ટકા સરકાર પૈસા આપે છે અને આ માટે હું ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો આભાર માનું છું’
આ પણ વાંચો: Surat : આજે જનભાગીદારીથી 'જલ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત